તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
બાઇક ચોરીને ફેરવતો ટીટોડીયા ક્વાર્ટરનો ધર્મેન્દ્ર પકડાયો
યુનિવર્સિટી પીઆઇ એમ. જી. વસાવા અને ટીમની કામગીરીઃ રઘુરાજસિંહ વાળા, દિવ્યરાજસિંહ, મૈસુરભાઇની બાતમી

રાજકોટ તા. ૧૩: વાહનચોરીનો વધુ એક ગુનો યુનિવર્સિટી પોલીસે ઉકેલી ધર્મેન્દ્ર ગુણવંતભાઇ જોષી (રહે. ટીટોડીયા ક્વાર્ટર એલ-૪૯)ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, કોન્સ. મૈસુરભાઇ કુંભારવાડીયા અને દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે જેકે ચોકમાં એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો છે. તેના આધારે તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાનું નામ ધર્મેન્દ્ર જોષી જણાવ્યું હતું. બાઇકના કાગળો માંગતા ગલ્લા તલ્લા કરતાં પોકેટ કોપ એપનો ઉપયોગ કરતાં આ શખ્સનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો હતો. તે અગાઉ ગાંધીગ્રામ, માલવીયાનગર, પ્ર.નગરમાં વાહનચોરી અને જાહેરનામા ભંગના ત્રણ ગુનામાં સંડોવાઇ ચુક્યાનું ખુલતાં તેની વિશેષ પુછતાછ થતાં ૨૦ હજારનું આ બાઇક યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ ચોરી કર્યાનુ કબુલતાં ધરપકડ કરાઇ હતી. સીપી બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં પીએસઆઇ બી. આર. ભરવાડ, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્સ. મહિપાલસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળા, મહેન્દ્રસિંહ ડોડીયા, ક્રિપાલસિંહ ઝાલા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા અને યોગરાજસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.
(3:10 PM IST)










