<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

માંધાતા પર્વતના ઓમ આકારના કારણે નામ પડયુ ઓમકારેશ્વરઃ અહી શયન આરતિનું ખાસ મહત્‍વ છે

 

ખંડવા : નર્મદાના કિનારે વિરાજીત ઓમકારેશ્વર જયોતિલીંગ ભગવાન શંકરના ૧૨ જયોતિલીંગમાં ચોથા સ્‍થાને માનવામાં આવે છે. ઇંદોરથી લગભગ ૮૦ કીલોમીટર  અને ખંડવાથી લગભગ ૭૦ કીલોમીટર દુર ઓમકારેશ્વર સુધી પહોંચવા માટે નર્મદા નદીને પાર કરવી પાડે છે. નર્મદા અને કાવેરી નદીઓની વચ્‍ચે માંઘાતા પર્વત ઓમ  ના આકારમાં દેખાયછે. તેના લીધે આ સ્‍થળ ઓંકારેશ્વર નામથી ઓળખાય છે. એવી માન્‍યતા છેકે આ પર્વતની પરિક્રમા કરવાથી બધી મનોકામના પુર્ણ થાય છે.

પૌરાણિક કથાઓ અનુસાર,ભગવાન શિછ-માતા પાર્વતી સાથે ઓંકારેશ્વરમાં રાત્રિ વિશ્રામ માટે આવે છે. રાતના સમયે શંકર આદિશકિત માતા પાર્વતી સાથે ચોપાટ રમે છે. શયન આરતી પછી અહી ચોપાટ બીછાવીને મંદિરના ગર્ભગૃહને બંધ કરી દેવામાં આવે છે. આગલા દિવસે સવારે જયારે ગર્ભગૃહને બંધ કરી દેવામાં આવે છે. આગલા દિવસે સવારે જયારે ગર્ભગૃહ ખોલવામાં આવે છે. તો ચોપાટ વિખરાયેલી મળે છે. તેના દર્શનનું પણ ખાસ મહત્‍વ છે.

એક અન્‍ય કથા અનુસાર ઓંકારેશ્વર ધામ માંધાતા દ્વીપ પર આવેલ છે. માંધાતા દ્વીપના રાજા માંધાતાઓ અહી પર્વત પર ઘોર તપસ્‍યા કરી હતી. શંકર ભગવાને પ્રસન્ન થઇ ને વરદાન માંગવા કહ્યું તો તેણે ભગવાનને અહી જ નિવાસ કરવાનું માંગ્‍યું ત્‍યાર પછી જયોતિલીંગના રૂપમાં ભગવાન શિવ બિરાજમાન થયા હતા.

અહી દિવસમાં ચાર વાર આરતી થાય છે. મંગળાઆરતી સાથે સવારે ૪:૩૦ વાગ્‍યે મંદિર ખુલે છે. બપોર ૧૨:૩૦ વાગ્‍યે ભોગ આરતી ૪:૦૦ વાગ્‍યે શ્રૃંગાર આરતી અને રાત્રે ૯:૦૦થી ૯:૪૫ વાગ્‍યા સુધી શયન આરતી થાય છે. ત્‍યાર પછી ચોપાટ બિછાવીને મંદિરના દ્વાર બંધ કરી દેવાય છે. અહી શયન આરતીનું વિશેષ મહત્‍વ છે

(4:16 PM IST)