<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

ભસ્‍મએ ભગવાન શિવનું ચિહન છે

શ્રાવણનું શ્રધ્‍ધાબિંદુ યઃશિવં પૂજયેદભક્‍ત્‍યા સ મોક્ષમધિગચ્‍છતિ

શિવ આરાધનામાં ભસ્‍મ(વિભૂતિ) લગાવીને અને રૂદ્રાક્ષ ધારણ કરીને શિવપૂજન અને જપાદિ અનુષ્ઠાન કરવુ આવશ્‍યક માનવામાં આવે છે,ભગવાન શિવ સ્‍વયં ધૂનિ રમાડીને સમસ્‍ત શરીર પર ભસ્‍મ અનુલેપન અને રૂદ્રાક્ષ ધારણ કરીને જ ધ્‍યાનસ્‍થ થાય છે.ભસ્‍મ જગતની નિઃસ્‍સારતાનો બોધ કરાવે છે તથા એની નશ્વરતા અને અનિત્‍યતાનું સ્‍મરણ કરાવે છે. ભસ્‍મને ભગવાન શિવનું ચિહન માનવામાં આવે છે,જે પ્રકારે એક સુહાગણ સ્રી પોતાના પતિના જીવિત હોવાના પ્રમાણસ્‍વરૂપ માથા પર સિંદુર અને બિંદીયા લગાવે છે એજ રીતે શિવભક્‍ત, લલાટ પર ભસ્‍મ અને ચંદનનું ત્રિપુંડ તિલક ભગવાન શિવના સદ્રશ્‍ય બનીને ભક્‍તિભાવના પ્રકટ કરે છેશિવપુરાણ (વિદ્યેશ્વર સંહિતા) અનુસાર વિભૂતિ(ભસ્‍મ) ત્રણ પ્રકારની માનવામાં આવી છે

૧. લોકાગ્ની જનિત : ચુલ્‍હા, વગેરેમાંથી ભસ્‍મ અવમ્‌ માટી,લોખંડ, લાકડા વગેરે પાત્રો અને અન્‍ય પર્યુષિત વસ્‍તુઓની શુધ્‍ધિ થાય છે.

૨. વેદાગ્ની : વૈદિક યજ્ઞ,હવન વગેરે સૌમ્‍ય અનુષ્ઠાન કર્મ કર્યા પછી બચતી ભસ્‍મ વેદાગ્નિ ભસ્‍મ કહેવાય છે.

૩. શિવાગ્ની : કપિલા ગાયનું ગોબર તથા શમી, પિપળ, પલાશ, બોર, અમલતાસ વગેરેના લાકડાથી પંચમુખી અઘોર મંત્રથી હોમ કરાયેલી પ્રક્રિયાથી મળતી ભસ્‍મ શિવાગ્ની જનીત ભસ્‍મ કહેવાય છે.

આમાં બીજા ત્રીજા નંબરની ભસ્‍મ જ શ્રેષ્ઠ ગણાય છે, આ ભસ્‍મને કપડાથી સાફ કરી કોઈ સ્‍વચ્‍છ પાત્રમાંᅠ સંગ્રહ કરીને રાખી દેવી જોઈએ.

ભસ્‍મને ધારણ કરવાથી મન શુધ્‍ધ થાય છે મનના શોક, સન્‍તાપ દુヘતિાઓ,અન્‍ય માનસિક વિકાર સમાપ્ત થઈને ભક્‍તિભાવ ઉત્‍પન્ન થાય છેᅠ

: આલેખન :

હેમેન ભટ્ટ

રાજકોટ

મો. ૯૪૨૬૯ ૦૭૫૯૯

(4:08 PM IST)