<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

સીંગતેલમાં પુનઃ તેજીઃ ર૦ રૂા. વધ્‍યા

રાજકોટ તા. ૧૦ :.. સીંગતેલમાં સતત ઘટાડા બાદ આજે ફરી તેજી જોવા મળી હતી અને ડબ્‍બે ર૦ રૂા.નો ભાવ વધારો થયો હતો.સ્‍થાનીક બજારમાં નીચા મથાળે લેવાલી વધતા આજે સીંગતેલમાં ફરી તેજી જોવા મળી હતી. સીંગતેલ લૂઝ (૧૦ કિ. ગ્રા.)ના ભાવ ૧૪૮૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧પ૦૦ રૂા. ભાવ બોલાયા હતાં. સીંગતેલ નવા ટીનના ભાવે રપ૬પ થી ર૬૧પ રૂા. હતા તે વધીને રપ૮પ થી ર૬૩પ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતાં. બપોર સુધીમાં અન્‍ય સાઇડ તેલોના ભાવોમાં કોઇ વધ-ઘટ ન હતી.

અત્રે એ નોંધનીય છે કે, ચાલુ સપ્તાહમાં સતત મંદીના પગલે સીંગતેલ ડબ્‍બે ૬૦ થી ૭૦ રૂા. નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો હતો. સતત ભાવ ઘટાડા બાદ આજે ફરી તેજી જોવા મળી હતી.

(4:03 PM IST)