<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

મહિલા ગર્વમેન્‍ટ કોન્‍ટ્રાકટ સાથે અમદાવાદના ફિલ્‍મ પ્રોડયુસરે ૧૪ લાખની છેતરપીંડી કરી

અલગ-અલગ શહેરના પોલીસ મથક અને ગર્વમેન્‍ટ લેબોરેટરી વિ. સ્‍થળે ફુડ પેકેટ મોકલવા કોન્‍ટ્રાકટ કર્યા બાદ ચાલુ જ ન કર્યો!

રાજકોટ તા. ૧૦: રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ પર શ્‍યામજી કૃષ્‍ણ વર્મા ટાઉનશીપમાં રહેતી મહિલા ગર્વમેન્‍ટ કોન્‍ટ્રાકટર સાથે અમદાવાદના ફિલ્‍મ પ્રોડયુસરે અમદાવાદ એ. એમ. સી. અને અલગ-અલગ શહેરના પોલીસ મથક તથા ગર્વમેન્‍ટ લેબોરેટરીઓમાં ફુડ પેકેટ મોકલવા માટે ઓર્ડર આપવા બાબતેના કોન્‍ટ્રાકટનું લખાણ કરી રૂા. ૧૪.૪૧ લાખ લઇ લીધા બાદ કોન્‍ટ્રાકટ ચાલુ ન કરી કરીયાણા સહિતની ચીજવસ્‍તુની ખરીદીના રૂા. ર૧.૪ર લાખની નુકસાની કરી છેતરપીંડી કર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ પર શ્‍યામજી કૃષ્‍ણ વર્મા ટાઉનશીપમાં રહેતા શિતલબેન ભદંતમનોહરભાઇ બુચ (ઉ.વ. ૩૯) એ પ્ર.નગર પોલીસ મથકમાં અમદાવાદ દેરાસર રોડ પર જયદીપ ટાવર એફ-૩ માં રહેતા હિરેન ઉર્ફે યશ વિજેન્‍દ્રભાઇ વૈદ્ય સામે ફરિયાદ નોંધાવી છે. શિતલબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે ન્‍યુ જાગનાથ પ્‍લોટ રામકૃષ્‍ણ ડેરી રોડ પર રાજકીરણ કોમ્‍પ્‍લેક્ષમાં પન્‍નાલાલ ફ્રુટની સામે શીવંસ સર્વીસીસ નામથી ગર્વમેન્‍ટ કોન્‍ટ્રાકટને લગતા કામો રાખી કામકાજ કરે છે પોતે ર૦૧૯માં પીડીયુ મેડીકલ કોલેજમાં કેન્‍ટીન રાખી હોઇ આ સમયે સિવીલ હોસ્‍પિટલમાં કોન્‍ટ્રાકટનું કામ કરતા એચ. આર. મેનેજર રેખાબેન પટેલ મારફતે અમદાવાદના હિરેનનો સંપર્ક થયો હતો. કે. જે. હીપસ્‍ટર મીડીયા અને ધરીલ એન્‍ટર ટેઇનમેન્‍ટ નામથી અમદાવાદમાં ઓફીસ ધરાવતો હતો. હિરેને પોતાને અમદાવાદ એ.એમ.સી. અને અલગ-અલગ ગામોના પોલીસ સ્‍ટેશન અને ગર્વમેન્‍ટ લેબોરેટરી વગેરે જગ્‍યાએ ફુડ પેકેટ મોકલવા માટે ઓર્ડર આપવા વાત કરી સવારે અને સાંજે ર૬૦ ડીશ તૈયાર કરવા જણાવ્‍યું હતું. અને તે કહેતાં ફુડ પેકેટ પહોંચતા કરવાની વાત કરી હતી. આ ફૂડ પેકેટ રાજકોટ, જુનાગઢ, મોરબી, સુરેન્‍દ્રનગર, પોરબંદર, અમદાવાદ અને ચોટીલામાં બે વાગે માટે પહોંચતા કરવાની વાત કરી હતી એકડીશના રૂા. ૯૦ નકકી થયા બાદ તેણે આ હિરેન ઉર્ફે યશની અમદાવાદની ઓફીસે જઇ લખાણ કરાવ્‍યું હતું. અને એપ્રીલ ર૦ર૧ થી કોન્‍ટ્રાકટ શરૂ કરવાનો હતો. બાદ હિરેનના કહેવાથી અલગ-અલગ સમયે અલગ-અલગ રકમ તેના બંને કંપનીના ખાતામાં કુલ રૂા. ૧૪,૪૧,૦૦૦ ડીપોઝીટ ચૂકવી હતી કામ શરૂ કરતા પહેલા એડવાન્‍સમાં એક સેન્‍ટર દીઠ બે ચેક અપાયા હતા. જેમાં એક ચેક રૂા.૧૦.પ૦ લાખનોફ જેમાં ધરીલ એન્‍ટર ટેઇનમેન્‍ટ દ્વારા અને બીજો ચેક રૂા. ર.પ૦ લાખનો હીપસ્‍ટર મીડીયા એન્‍ટરપ્રાઇઝનાઓએ પોતાની શીવંસ સર્વિસીસ નામની કંપનીના નામે આપેલા હતા. ત્‍યારબાદ કામ શરૂ કરવા માટે પોતે આઠ સેન્‍ટરોએ જગ્‍યા ભાડે રાખી ફૂડ પેકેટ તૈયાર કરવા માણસો પણ નોકરીએ રાખી લીધા હતા અને કરીયાણું, પણ ખરીદી લીધું હતું. જેનો ખર્ચ રૂા. ર૧.૪ર લાખ થયો હતો. બાદ આ હિરેન ઉર્ફે યશ વિજેન્‍દ્રભાઇ વૈદ્ય ફિલ્‍મ પ્રોડયુસરનું કામ કરતો હોઇ તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. તેની ઓફીસે જઇ તપાસ કરતા તેના મિત્રએ આરોપી હિરેન ચીંટીંગના ગુનામાં સંડોવાયેલો હોવાનો અને ભુજ જેલમાં હોવાનું જણાવ્‍યું હતું. આરોપી હિરેન ઉર્ફે યશના મામાએ ફરિયાદ ન કરવાનું અને પેમેન્‍ટ આપી દેવાનું કહ્યું હતું. પરંતુ પેમેન્‍ટ ન મળતા પોતે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. આઇ. એ. બેલીમે તપાસ હાથ ધરી છે.

(3:29 PM IST)