<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

રજપૂત યુથ ફાઉન્‍ડેશન દ્વારા યોજાયો વિદ્યાર્થી સત્‍કાર સમારોહ

રાજકોટ : સંતશ્રી દેશળ ભગત, સંતશ્રી લાલજી મહારાજ, સંતશ્રી સંપૂર્ણાનંદજી મહારાજ, સંતશ્રી દેવુભગત તથા સમાજના વડીલોના આશીર્વાદથી રજપૂત યુથ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા દ્વીતીય સરસ્‍વતિ વંદના વિદ્યાર્થી સત્‍કાર સમારોહ તાજેતરમાં યોજાય ગયો. જેમાં ૩૯૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીઓને રજપૂત યુથ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા મોમેન્‍ટો, સ્‍કુલ બેગ, ફુલ સ્‍કેપ ચોપડા, પેન સેટ, રાઇટીંગ પેડ સાથેની કીટ ગીફટમાં અપાઇ હતી. સમારોહમાં મહેમાનોના હસ્‍તે મોમેન્‍ટો આપી સન્‍માનિત કરાયા હતા. કાર્યક્રમનો પ્રારંભ સમાજની દિકરીઓ દ્વારા સરસ્‍વતિ વંદના સાથે દીપપ્રાગટયથી કરવામાં આવેલ. બાદમાં રાષ્‍ટ્રગીતથી શરૂઆત કરાઇ હતી. આ તકે તાજેતરમાં ટી.આર.પી. ગેમઝોનની દુર્ઘટનામાં અવસાન પામેલ મૃતકો માટે મૌન પાડી શ્રધ્‍ધાસુમન અર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં ગુજરાત સોરાષ્‍ટ્રમાંથી સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. ગોસ્‍વામી શ્રી પરાગકુમારજી મહોદય સર્વોત્તમ હવેલી, ડો. હેમાંગ વસાવડા-મધુરમ હોસ્‍પિટલ, મહેશભાઇ ચૌહાણ- હરિવંદના કોલેજ, હરનેશભાઇ સોલંકી, હકાભાઇ ચૌહાણ, મુકેશભાઇ ચૌહાણ, પી. એમ. ચૌહાણ- સોરઠીયા રજપૂત સમાજ, સુનિલભાઇ પરમાર, ઘનશ્‍યામભાઇ ચોહાણ- ભાવનગર રજપૂત સમાજ, કિશોરભાઇ પઢીયાર- યોગગુરૂ, દિપકભાઇ ભટ્ટી- સિહોર રજપૂત સમાજ, અનિલભાઇ બારડ- રીટા.જજ, રાજેન્‍દ્રસિંહ ચાવડા- અમદાવાદ ગાંધીનગર રજપૂત સમાજ, કૌશિકભાઇ મકવાણા, નવિનભાઇ નાલબંધ, દિનુભાઇ જાદવ, પ્રકાશભાઇ પરમાર, ભાસ્‍કરભાઇ જાટ, શિવરાજભાઇ ચૌહાણ - સોરઠીયા રજપૂત સમાજ ગોંડલ, પ્રવિણભાઇ રાઠોડ, અતુલભાઇ સોલંકી, પ્રવિણભાઇ પરમાર, ભુપતભાઇ સોલંકી, જયંતિભાઇ જાદવ, અંજુબેન ચૌહાણ- એડવોકેટ, મંજુલાબેન પરમાર, ભરતભાઇ વાઘેલા- ભાવનગર, સૌમિતભાઇ પરમાર, જયસુખભાઇ સરવૈયા, જીતેન્‍દ્રભાઇ ઝાલા, કેતનભાઇ રાઠોડ, રઘુરાજભાઇ સીસોદીયા, પઢીયારભાઇ (એસ.બી.આઇ.), નીતિનભાઇ કબર, વિનુભાઇ ગોહીલ, દિનેશભાઇ ચૌહાણ, પ્રાશભાઇ ચૌહાણ, ઘનશ્‍યામભાઇ ડોડીયા, શૈલેષભાઇ જાદવ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રજપૂત યુથ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના કારોબારી સભ્‍યો અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(2:36 PM IST)