<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

કાલે ન્‍યાય યાત્રા રાજકોટમાં : ત્રિકોણબાગે સંવેદના સભા

ઢેબર ચોક અને ત્રિકોણબાગે શકિતસિંહજી ગોહિલ સભા સંબોધશે : સોમવારે ન્‍યાયયાત્રા નાગર બોર્ડીંગથી શરૂ થઇ કેનાલ રોડ, રામનાથપરા, સંતકબીર રોડ થઇ અમદાવાદ તરફ રવાના થશે : નગરજનોને જોડાવા અપીલ કરાઇ છે

ગુજરાતમાં ન્‍યાય યાત્રા ગુજરાતમાં મોરબી થી લઇને રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટના નો પુનરાવર્તન ન થાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરિત ન્‍યાય યાત્રા તા. ૯ થી મોરબી થી શરૂ થઇ ગાંધીનગર સુધી આયોજિત કરવામાં આવી છે. તા. ૧૧ અને ૧૨ (રવિ, સોમ) રાજકોટ શહેરમાં પદયાત્રા અને ન્‍યાય યાત્રા કરશે તારીખ ૧૧ ના રોજ રાજયસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્‍યક્ષ શ્રી શક્‍તિસિંહજી ગોહિલ ના અધ્‍યક્ષ સ્‍થાને સાંજે ૫ કલાકે રાજકોટના ઐતિહાસિક ત્રિકોણબાગ ચોક ખાતે સંવેદના સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

તા. ૧૧ રવિવારે, બપોરના ૩ કલાક કે ન્‍યાય યાત્રાનું આગમન રાજકોટ ના મોરબી રોડ જકાતનાકા થી ગ્રીનલેન્‍ડ ચોકડી, કુવાડવા રોડ, રણછોડદાસ બાપુના આશ્રમ થઈ પારેવડી ચોક થી હોસ્‍પિટલ ચોક, ત્રીકોણ બાગ અને ઢેબરચોકમાં સાંજે ૫ કલાકે સંવેદના સભા રાજયસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્‍યક્ષ શ્રી શક્‍તિસિંહ ગોહિલ સભાને સંબોધન કરશે.

તા. ૧૨ સોમવારે, સવારે ૯ કલાકે ન્‍યાય યાત્રા નાગર બોર્ડિંગ થી વિદ્યાનગર મેઇન રોડ કેનાલ રોડ જિલ્લા ગાર્ડન ચોક રામનાથ પરા પુલાવડ ચોક ભાવનગર રોડ થી સંત કબીર રોડ અમદાવાદ હાઈવે તરફ રવાના થશે.

ભાજપના ભ્રષ્ટાચાર ના પાપે માસુમ બાળકો અને નિર્દોષ લોકો અગ્નિકાંડ મોરબી કાંડ વડોદરા હરણીકાંડ અને સુરતની તક્ષશિલા કાંડ જેવી માનવસર્જિત હોનારતોમાં હોમાઈ ગયા છે. ગુજરાતના એક એક નાગરિકને એનો હકક અને અધિકાર મળે સાચો ન્‍યાય મળે એ જ ગુજરાતની અસ્‍મિતા અને એ જ ગુજરાતનું ગૌરવ લોકશાહી ઢબે અવાજ ઉઠાવીએ અને ગુજરાતના યાત્રામાં સૌને જોડાવવા અનુરોધ કરાયો છે. રાજકોટ શહેર યાત્રાના ઇન્‍ચાર્જ પદે અશોકસિંહ વાઘેલા, ગોવિંદભાઈ સભાયા, ડી.પી મકવાણા, ગોપાલભાઈ અનડકટ, જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ અજુડીયા, ઘનશ્‍યામસિંહ જાડેજા, ધરમભાઈ કાંબલીયા, યૂનુશભાઈ જુણેજાની નિયુક્‍તિ કરવામાં આવી છે.

(10:37 AM IST)