<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

રાજકોટના લોકો શ્રાવણ માસમાં એક દિવસમાં ૫૦૦થી ૭૦૦ ટન બટાકા આરોગી જતાં હોય છે

શ્રાવણ માસમાં બટાકાનો ચેવડો, વેફર સહિત અલગ અલગ વસ્‍તુ બનાવવા માટે બટાકાનો ઉપાડ સૌથી વધારે થાય છે

રાજકોટ, તા.૧૦: પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનામાં શિવભક્‍તો શિવજીની આરાધના વ્રત રાખીને, પૂજા વિધિ કરીને કરતા હોય છે. જે ભક્‍ત વ્રત અથવા ઉપવાસ રાખતો હોય છે તે ફરાળ તરીકે બટાકાથી બનેલી વાનગીઓનું સેવન કરતા હોય છે. ત્‍યારે રાજકોટમાં રહેતા અને શિવજીની પૂજા કરી ઉપવાસ રાખતા ભક્‍તો શ્રાવણ માસ દરમિયાન દરરોજ ૫૦૦થી ૮૦૦ ટન બટાકાની વાનગીઓ આરોગી જતાં હોય છે.

શ્રાવણ માસમાં બટાકાનો ચેવડો, વેફર સહિત અલગ અલગ વસ્‍તુ બનાવવા માટે બટાકાનો ઉપાડ સૌથી વધારે થાય છે.

શ્રાવણ મહિનામાં લાલ બટાકાની ડિમાન્‍ડ વધારે રહેતી હોય છે. કારણ કે લાલ બટાકામાંથી વેફર, ચેવડો અને ચિપ્‍સ બનાવવામાં આવતી હોય છે.

રાજકોટ શહેરમાં રહેતા બટાકાના વેપારી ધવલભાઈ ગોંડલીયાએ કહ્યું કે, મારો પરીવાર છેલ્લા ૪૦ વર્ષથી બટાકાના વ્‍યવસાય સાથે જોડાયેલો છે. બટાકાનો વ્‍યવસાય મારા દાદાએ શરૂ કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, શ્રાવણ મહિનામાં બટાકાના વેચાણમાં ૫૦ થી ૭૦ ટકાનો વધારો થાય છે.(

(9:41 AM IST)