News of Friday, 9th August 2024
રામભાઇની ટ્રેનો લંબાવવાની માંગનો સ્વીકાર

રાજકોટ, તા., ૯: રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયાએ ઘણા સમયથી અમદાવાદ સુધી આવતી લાંબા અંતરની ૧૦ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવા માટે લેખીત તેમજ મૌખીક રીતે રજુઆત કરતા કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વીની વૈષ્ણવ દ્વારા હકારાત્મક અભિગમ દાખવેલ છે. ટ્રેન નંબર ૧૯૪૧૩ અમદાવાદ કલકતા એકસપ્રેસ-વીકલી, ટ્રેન નંબર ૧૧૦૪૯ કોલ્હાપુર એકસપ્રેસ-વીકલી, ટ્રેન નંબર ૧૯૪ર૧/૨૨ (અમદાવાદ-પટના એકસપ્રેસ) વીકલી, ટ્રેન નંબર રર૧૩૮/૩૭ (પ્રેરણા એકસપ્રેસ) અઠવાડીયામાં ત્રણ દિવસને રાજકોટ લંબાવવા લીલીઝંડી મળી છે.
(4:44 PM IST)










