<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

માખણ, આઇસ્‍ક્રીમની નબળી ગુણવતાઃ નમૂના નાપાસ

ડીલાઇટ આઇસ્‍ક્રીમ, ધ સેન્‍ડવીચ અડાનું બટર, ક્રીમઝેન આઇસ્‍ક્રીમના નમૂનામાં પોલ ખૂલીઃ કાયદેસર કાર્યવાહી

           રાજકોટ તા. ૯ : મ્‍યુનિસીપલ કોર્પોરેશનના  ફૂડ વિભાગ દ્વારા ધ સેન્‍ડવીચ અડ્ડા(ફૂડ ટ્રક), વિરાણી સ્‍કૂલ ગ્રાઉન્‍ડ, હેમુ ગઢવી હોલ પાસે, ટાગોટ રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ બટર (લુઝ) નો નમૂનો તપાસ બાદ પુથ્‍થકરણ રિપોર્ટમાં તીલ ઓઇલની (વેજીટેબલ ઓઇલ) હાજરી મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

મેનુમાં બટર ઉપયોગ કરી બનાવતી ખાદ્યચીજોમાં હકીકતમાં બટર જેવા દેખાવ ધરાવતા ફેટ સ્‍ઙ્ઘેડ/ માર્ગેરીનનો ઉપયોગ કરતાં હોવાનું જણાયેલ છે.

  ફૂડ વિભાગ દ્વારા ડીલાઇટ આઇસ્‍ક્રીમ, ગઢીયા એસ્‍ટેટ, ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, મહાદેવવાદી મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ પાન મસાલા ફલેવર્ડ આઇસ્‍ક્રીમ (લુઝ) નો નમૂનો તપાસ બાદ પુથ્‍થકરણ રિપોર્ટમાં મિલ્‍ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

     ક્રીમઝેન આઇસ્‍ક્રીમ પ્રા. લિ., પાન એમ્‍પાયર, શોપ નં.-૫, સિલ્‍વર હાઇટ્‍સ સામે, નાનામવા રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ કેશર પિસ્‍તા આઇસ્‍ક્રીમ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પુથ્‍થકરણ રિપોર્ટમાં મિલ્‍ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

 ક્રીમઝેન આઇસ્‍ક્રીમ પ્રા. લિ., પાન એમ્‍પાયર, શોપ નં.-૫, સિલ્‍વર હાઇટ્‍સ સામે, નાનામવા રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ સ્‍ટ્રોબેરી આઇસ્‍ક્રીમ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પુથ્‍થકરણ રિપોર્ટમાં ટોટલ સોલીડ્‍સ તથા મિલ્‍ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્‍યુ વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન શહેરના ફાયર બ્રિગેડવાળો રોડ -રેલનગર વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૧ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૧૯ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

          (૧)શક્‍તિ જનરલ સ્‍ટોર્સ -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના (૨)ચામુંડા ભાજી કોન -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના (૩)શ્રીજી ડ્રાયફ્રુટ -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના (૪)મહાવીર ટ્રેડર્સ -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના (૫)અન્નપૂર્ણા રેસ્‍ટોરેન્‍ટ -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના (૬)પુષ્ટિ જનરલ સ્‍ટોર -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના (૭)મહાદેવ કોલ્‍ડ્રિંક્‍સ -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના (૮)એસએસ ભેળ સેન્‍ટર -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના (૯)શ્રી જલારામ જનરલ સ્‍ટોર્સ -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના (૧૦)દ્વારકેશ ડેરી ફાર્મ -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના (૧૧)શ્રી ભગવતી જનરલ સ્‍ટોર્સ -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

           તથા (૧૨)શિવાંશી સુપર માર્કેટ (૧૩)નીલકંઠ એન્‍ટરપ્રાઇઝ (૧૪)શ્રી હરી સુપર માર્કેટ (૧૫)જય ભોલે જનરલ સ્‍ટોર્સ (૧૬)નવરંગ ડેરી ફાર્મ (૧૭)કેક એન જોય (૧૮)હાઉસ ઓફ ફેલવર્સ (૧૯)મહાદેવ ફરસાણ (૨૦)આવકાર પ્રોવિઝન (૨૧)ચામુંડા ફરસાણ (૨૨)જનતા પ્રોવિઝન સ્‍ટોરની ચકાસણી કરવામાં આવેલ. તેમ મહાનગરપાલિકાની યાદી જણાવે છે.

(3:58 PM IST)