News of Friday, 9th August 2024
વહાલુડીના વિવાહ માટેના ફોર્મ વિતરણનો પ્રારંભ : દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ-ઢોલરા આયોજિત

રાજકોટ તા. ૯: દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ-ઢોલરા દ્વારા છેલ્લા ૬ વર્ષથી પ્રતિ વર્ષ ડીસેમ્બર મહિનામાં માતા-પિતા વગરની કે પિતાની છત્રછાયા ગુમાવેલ રર નિરાધાર જરૂરતમંદ દીકરીઓના સમાજના સહયોગથી ધામધુમથી જાજરમાન લગ્નોત્સવ યોજવામાં આવે છે.
જે અંતર્ગત આગામી ર૯ ડિસેમ્બર રવિવારના વહાલુડીના વિવાહ ૭ યોજવામાં આવેલ છે. જે માટેના ફોર્મ વિતરણનો પ્રારંભ થઇ ગયેલ છે. લગ્નમાં જોડાવા માંગતી દીકરીઓએ પોતાના પરિવારના કોઇ એક સભ્ય સાથે લઇને જન્મ તારીખનો દાખલા અને પિતાનો મરણનો દાખલો સાથે લઇ ફોર્મ લેવા માટે આવવાનું રહેશે. સાથે દરમ્યાન ૩૦પ ગુરૂરક્ષા કોમ્પ્લેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં વિરાણી ચોક-ટાગોર રોડ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.
વિશેષ માહિતી પુછપરછ માટે મુકેશ દોશી ૯૮રપ૦ ૭૭૭રપ, અનુપમ દોશી ૯૪ર૮ર ૩૩૭૯૬, સુનિલ વોરા-૯૮રપર ૧૭૩ર૦, નલિન તન્ના-૯૮રપ૭ ૬પ૦પપ નો સંપર્ક સાધવા જણાવાયું છે.
(3:50 PM IST)










