<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

કાનૂની નિષ્‍ણાંતોની ઉપસ્‍થિતિમાં કાલે ૩ નવા ફોજદારી કાયદાઓ વિષે સેમીનાર

ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટના ડાયરેકટર પ્રો. વી.કે. આહુજા, એડવોકેટ જનરલ મનીષાબેન શાહ, ડે. ડાયરેકટર પ્રોસિટયુશન રાકેશ રાવ સહિતના કાયદાના નિષ્‍ણાંતો આપશે વકતવ્‍યઃ ડો. ભાવનાબેન જોશીપુરા અને તેની ટીમ અકિલાના આંગણે

રાજકોટ : ઇન્‍ડિયન લો ઇન્‍સ્‍ટિટયુટના ડાયરેકટર પ્રો.વી. કે. આહુજા, ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ મનીષાબેન લવકુમાર શાહ, ડેપ્‍યુટી ડાયરેકટર પ્રોસિટયુશન શ્રી રાકેશ રાવ, ધારાસભ્‍ય શ્રી હૃદય બુચ, મુળ રાષ્‍ટ્રીય ખ્‍યાતી પ્રાપ્ત પ્રો. વાઘેશ્વરી દેશવાલ, તેમજ ગુજરાત નેશનલ લો, યુનિવર્સિટીના નિષ્‍ણાતોની હાજરીમાં મહત્‍વપૂર્ણ આયોજન આવતીકાલે કરવામાં આવ્‍યું છે. વર્કશોપના પેટ્રોન તરીકે પ્રોફેસર વી.કે. આહુજા,GNLU કુલપતિ પ્રો. શાંતાકુમાર અને પૂર્વ કુલપતિ પ્રો. કમલેશ જોષીપુરા છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ તાલુકા મથકો ઉપરથી ધારાશાષાીઓ, સરકારી વકીલો પબ્‍લીક પ્રોસિકયુટર, કાઉન્‍સેલરો, પોલીસ અધિકારીઓ, કાયદા વિદ્યા શાખાના પ્રોફેસરો સંશોધકો અને કાયદા વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની ઉપસ્‍થિતિમાં આવતીકાલે શનિવાર તરીકે ૧૦ ના સવારે ૯ થી ૪ બી.ટી. સવાણી કીડની હોસ્‍પિટલ ખાતે રાજકોટ ખાતે ભારત સરકાર દ્વારા તાજેતરમાં અમલમાં લાવવામાં આવેલ ત્રણ નવા ફોજદારી કાયદાઓ ઉપર મહત્‍વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ વર્કશોપમાં દેશના અગ્રણી કાનૂન વીદોનું માર્ગદર્શન પ્રાપ્ત થનાર છે. રાજભરમાંથી આ વર્કશોપને પ્રચંડ પ્રતિસાદ મળ્‍યો છે. ઉદ્‌્‌ઘાટન સત્ર શનિવારે સવારે દસ વાગ્‍યે થશે.

આ વર્કશોપમાં ચાર સત્રોમાં આ વિષયના નિષ્‍ણાંત તજજ્ઞો વકતવ્‍ય આપશે અને ત્‍યારબાદ ચર્ચા પણ રાખવામાં આવી છે જેથી કાયદાના સંદર્ભમાં સ્‍પષ્‍ટ રીતે માહિતી મળી શકે. ઇનિડયન લો ઇન્‍સ્‍ટિટયુટ પ્રથમવાર રાજકોટ ખાતે સંયુકત રીતે કાર્યક્રમમાં જોડાયેલ છે તે જ પ્રકારે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી નો પૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે, યુનિવર્સિટીના કુલપતિ પ્રા. શાંતાકુમારના સહયોગથી તજજ્ઞો પણ રાજકોટ ખાતે આવનાર છે.

વર્કશોપને સફળ બનાવવા માટે વરિષ્‍ઠા ધારાશાષાી શ્રીમતી ભાવના જોશીપુરા, ગુજરાત હાઇકોર્ટના યુવા ધારાશાષાી અને વર્કશોપના પ્રોગ્રામ ઇન્‍ચાર્જ શ્રી સમ્રાટભાઇ ઉપાધ્‍યાય, સમાજ કાર્ય ભવનના અધ્‍યક્ષ શ્રી રાજેન્‍દ્રભાઇ દવે, સરકારી લોકોને પ્રાચાર્ય મીનળબેન રાવલ કાયદા ભવનના શ્રી એ.એચ. ચૌહાણ, ધારાશાષાી પ્રશાંત જોષી, પૂર્વ ડીન ડો. મયુરસિંહ જાડેજા, શ્રી ભરત મણિયાર, જામનગરની લોક કોલેજના પ્રિન્‍સિપલ વિમલભાઇ પરમાર સુરેન્‍દ્રનગર લો કોલેજના પ્રિન્‍સિપાલ પરેશભાઇ ડોબરીયા, ડો. ચિરાગભાઇ ચૌહાણ, ડો. ગોવિંદ વેકરીયા, ડો. પૂર્વીબેન સોનેજી સમાજકાર્ય ભવનના ડો. પ્રિતેશભાઇ પોપટ, જામનગર લો કોલજેના શ્રી ગલાની, ઉના લો કોલેજના પ્રાચાર્ય જાનવીબેન શાહ, ચાંદનીબેન શીલું, પારૂલબેન પંડયા, શબનબેન ઠેબા, નિર્મળસિંહ હેરમાં, ભાર્ગવીબેન ઉપાધ્‍યાય, ડિમ્‍પલબા જાડેજા, ડો. મોનિકાબેન શાહ સહિત જહેમત ઉઠાવી રહેલ છે. લોક ફેકલ્‍ટીના પૂર્વ અધર ધેન ડીન શ્રી નેહલભાઇ શુકલ, રાજકોટના વરિષ્‍ઠ ધારાશાષાી પિયુષભાઇ શાહ, અર્જુનભાઇ પટેલ, અંશ ભારદ્વાજ, જયુભાઇ શુકલ સહિતના જોડાયા છે.

તસ્‍વીરમાં અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબએડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે ધારાશાષાી શ્રીમતી ડો. ભાવનાબેન જોશીપુરા, ડો. મીનલબેન રાવલ, અરૂંધતીબેન દાસાણી, ગોવિંદભાઇ વેકરીયા, પારૂલબેન પંડયા, શબનમબેન ઠેબા અને સમ્રાટ ઉપાધ્‍યાય નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:44 PM IST)