<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

હિન્‍દુ અધ્‍યાત્‍મિક સેવા સંસ્‍થાન દ્વારા સ્‍વયંભુ શ્રી રામનાથ મંદિરે ધ્‍વજારોહણ

રાજકોટ : હિન્‍દુ આધ્‍યાત્‍મિક સેવા સંસ્‍થાન દ્વારા ઢોલ નગરા સાથે વાજતે ગાજતે સ્‍વયંભુ રામનાથ મહાદેવને પાંચ ધ્‍વજા ચડાવવામાં આવી હતી. સમગ્ર રાજકોટનું રક્ષણકર્તા ગ્રામદેવતા શ્રી મહાદેવજી સમક્ષ રાષ્‍ટ્રહિતમાં સુખ, શાંતિ અને સમૃધ્‍ધિ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે હિન્‍દુ આધ્‍યાત્‍મીક સેવા સંસ્‍થાનના રાજકોટ વિભાગ સંયોજક કૌશિક ટાંક, જીજ્ઞેશ રામાવત, રિતેષ પરસાણા, ભરતભાઇ કંસારા, જગદીશભાઇ અગ્રાવત, જગદીશભાઇ ગજજર, પ્રાગજીભાઇ ગડારા, રાજુભાઇ સોલંકી, અક્ષય અજાગીયા, વિજયભાઇ મોલીયા, વિકાસભાઇ પંડીત, જીતુભાઇ પીઠડીયા, આશાબેન ભટ્ટી, જયશ્રીબેન ટાંક, પ્રવીણાબેન જોષી, કપીલાબેન ટાંક, ધર્મજાગરણ પ્રમુખ રમેશભાઇ શીંગાળા, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સ્‍વયંસેવકો જયેશભાઇ ટાંક, વિજયભાઇ મેર, એસ. એસ. ગોષાઇ, અંશભાઇ પંડીત, મામલતદાર નિરંજનભાઇ ઠાકર તમેજ હિન્‍દુ જાગરણ મંચના વિક્રમસિંહ પરમાર, મંગેશભાઇ દેસાઇ, ક્રાંતિ યુવા ગ્રુપના વિનુભાઇ જીવરાજાની, કાઠીયાવાડ યુવા ગ્રુપના બકુલભાઇ ચોટલીયા, અધિવકતા પરિષદના પ્રમુખ પ્રશાંતભાઇ જોષી, જયેશભાઇ જાની, વિનુભાઇ વ્‍યાસ તેમજ પૂર્વ ડી.જી.પી. નરેન્‍દ્રભાઇ બુશા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:18 PM IST)