તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
રાજકોટ બનશે તિરંગામયઃ તડામાર તૈયારી : કાલે તિરંગા યાત્રાઃ ભુપેન્દ્રભાઇ, નડ્ડા, પાટીલ રાજકોટમાં
મેયર સહીતના પદાધિકારીઓ, અધિકારીઓ, ધારાસભ્ય, આગેવાનો દ્વારા સ્થળ નિરીક્ષણઃ કાલે સવારે ૯ કલાકે બહુમાળી ભવન ચોક ખાતેથી જયુબેલી સુધી ૧.૩ કિ.મી.ની યાત્રા

આવતીકાલે તા.૧૦ના સવારે ૯ કલાકે કેન્દ્રીયમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં વિશાળ તિરંગા યાત્રા યોજાનાર છે ત્યારે આજે સવારે મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, શાસક નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા, ડે.મેયર બીલ્ડબેન જાદવ, સમાજ કલ્યાણ સમીતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇ, ડે. કમિશનર સ્વપ્નીલ ખરે તથા પોલીસ અધિકારીઓ, બહુમાળી ભવન ચોક ખાતેથી યાત્રા રૂટ સુધી નિરીક્ષણ કરી સંબંધીત વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૪.૨૫)
રાજકોટ, તા., ૯: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તા.૧૦ ઓગષ્ટના રોજ યોજાનાર તિરંગા યાત્રા કાર્યક્રમ અનુસંધાને આજ તા.૦૯/૦૮/૨૦૨૪, શુક્રવારનાં રોજ રેસકોર્ષ ખાતે મેયર સહીતના પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા આગેવાનોએ મુલાકાત લઇ તડામાર તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ હતું.
તા.૧૦ ઓગષ્ટના રોજ સવારે ૦૯.૦૦ કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતેથી જયુબેલી બાગ, મહાત્માગાંધી પ્રતિમા સુધી તિરંગા યાત્રા યોજાશે.
ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.૮થી તા.૧૫ સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન રાજ્ય કક્ષાએ લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે હેતુથી સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ સ્વતંત્રતા સપ્તાહના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.૧૦ ઓગષ્ટના રોજ સવારે ૦૯:૦૦ કલાકે તિરંગા યાત્રા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ તિરંગા યાત્રાનાં અનુસંધાને કાર્યક્રમ સ્થળ તથા રૂટની સ્થળ મુલાકાત દરમ્યાન મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી. પી. દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડાઙ્ઘ.માધવ દવે, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિ્નલ ખરે, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સહાયક કમિશનર સમીર ધડુક, બી. એલ. કાથરોટીયા, સિટી એન્જિનિયર વાય. કે. ગૌસ્વામી, અતુલ રાવલ, કુંતેશ મહેતા, પી. ડી. અઢીયા, બી. ડી. જીવાણી, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, સુરક્ષા અધિકારી આર.બી.ઝાલા, શાસનાધિકારી કીરીટસિંહ પરમાર તથા તિરંગા યાત્રાના અનુસંધાને જવાબદારી સુપ્રત કરેલ લગત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.
આ મુલાકાત દરમ્યાન રૂટ પરના સ્ટેજ વ્યવસ્થા, મુખ્ય સ્ટેજ વ્યવસ્થા, રૂટ સફાઈ, લાઈટ્સ, સાઉન્ડ, સુરક્ષા, ર્પાકિંગ, તિરંગા વિતરણ વગેરે તમામ બાબતોની મેયરશ્રી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને એજન્સીઓ સાથે કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જરૂરી ચર્ચા કરવામાં આવેલ તેમજ સંબંધક અધિકારીઓને અને એજન્સીના પ્રતિનિધિઓને સુચના આપવામાં આવી હતી.
(3:07 PM IST)










