<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

આપણો તિરંગો આપણું ગૌરવ કાલે તિરંગા યાત્રામાં જોડાજોઃ ગુણુભાઇ

તિરંગા યાત્રામાં જવા માટે સીટી બસ સુવિધા વિનામૂલ્‍યે આપવાનું સૂચન આવકારતા ડો. ભરત બોઘરાઃ મ્‍યુ. કોર્પોરેશનના તંત્ર સાથે વાત કરી નિર્ણય કરાશેઃ આ મુદ્દે મેયર નયનાબેન પેઢડિયાનો પણ હકારાત્‍મક અભિગમ

રાજકોટ તા. ૯: સ્‍વાતંત્ર પર્વ નિમિત્તે રાજ્‍યભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના ગૌરવમય અવસરે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે દેશના તમામ નાગરિકોને આ મહા અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું છે ત્‍યારે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સરગમ પરિવારના હજારો સભ્‍યોને આ તિરંગા યાત્રામાં જોડાવા અપીલ કરી છે.

તેમણે કહ્યું છે કે,  આપણો તિરંગો આપણું ગૌરવ છે ત્‍યારે જાગળત નાગરિક તરીકે આપણા રાષ્‍ટ્રધ્‍વજનો આદર જળવાય તેની જવાબદારી આપણા સૌની છે.આ બાબતને ધ્‍યાનમાં રાખીને સરગમ જેન્‍ટ્‍સ કલબ, લેડીઝ કલબ, સીનીયર સિટીઝન કલબ, કપલ કલબ અને ચિલ્‍ડ્રન કલબના ઇવનીંગ પોસ્‍ટ સીનીયર સીટીઝન તેમજ ઇન્‍ડોર સ્‍ટેડીયમ ના તમામ સભ્‍યો આ તિરંગા યાત્રામાં જોડાય તેવો અનુરોધ છે. સરગમ પરિવારના તમામ સભ્‍યોને તા. ૧૦મીએ સવારે ૮-૪૫ વાગ્‍યે રેસકોર્સ રીંગ રોડ ઉપર બહુમાળી ભવન ચોકમાં સરદાર પટેલની પ્રતિમા પાસે પહોંચી જવા યાદીના અંતમાં જણાવાયું છે.

 

(2:41 PM IST)