<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

શનિવારે વાણંદ જ્ઞાતિના ૮૦૦ વિદ્યાર્થીઓનું સન્‍માન

દરેકને શૈક્ષણીક કીટ અપાશેઃ વાણંદ વિદ્યાર્થી સન્‍માન સમિતિનું આયોજન

રાજકોટઃ વાણંદ વિદ્યાર્થી સન્‍માન સમિતિ દ્વારા આયોજીત સહયોગી સંસ્‍થા શ્રી વાણંદ જ્ઞાતિ, કર્મચારી મંડળ રાજકોટ દ્વારા તા.૧૦ના શનિવારે વિદ્યાર્થી સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. હેમુગઢવી હોલ ખાતે ૧૦મીના સાંજે ૭ વાગ્‍યાથી આયોજીત આ કાર્યક્રમમાં વાણંદ જ્ઞાતિના ૮૦૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના સર્વશ્રી સુનિલભાઇ સુરાણી, ભરતભાઇ ગાલોરીયા, યશવંતભાઇ વાઘેલા, મહેશભાઇ રાઠોડ, ડો.મનસુખભાઇ જોટંગીયા, યોગેશભાઇ ભટ્ટી, કિશોરભાઇ બગથરીયા, રમેશભાઇ સુરાણી, ધવલભાઇ ભટ્ટી વિ.જહેમત ઉઠાવી રહયા છે.

આ કાર્યક્રમમાં સમગ્ર સોૈરાષ્‍ટ્રમાં શૈક્ષણીક ફાઉન્‍ડેશનની સ્‍થાપના કરવામાં આવશે અને આ સંસ્‍થામાં નવ યુવાનોને જોડવામાં આવશે તેમ જણાવાયું છે.(તસ્‍વીરઃસંદીપ બગથરીયા)

(4:31 PM IST)