તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Thursday, 8th August 2024
ટ્રીબ્યુટ ટુ કિશોરદા ‘આપ કે અનુરોધ પે': શનિવારે આમંત્રી માટે કિશોરદાને સ્વરાંજલી કાર્યક્રમ
રાજકોટના ગાયકો જીતુ માંકડ, અશ્વિની મહેતા, મહેક જીતુ માંકડ, અભય અંજારીયા

રાજકોટ : કેદાર ગ્રૃપ અને વીન સ્કીલ કોન્સ્યુલેન્ઝા (હેલ્થકેર કન્સલ્ટન્ટ)ના સંયુકત ઉપક્રમે આગામી તા. ૧૦ ને શનિવારે હેમુગઢવી ઓડિટોરીયમ (મુખ્ય)માં રાત્રીના ૯ કલાકે ટ્રીબ્યુટ ટુ કિશોરદા ‘‘આપ કે અનુરોધ પે'' ના એક અલાયદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં ખાસ કરીને જેટલા કલાકારોનો સમાવેશ કરવામા઼ આવેલ છે તે તમામ કલાકારો રાજકોટના જ રહેશે અને આ કાર્યક્રમ અંતર્ગત કિશોરકુમારને સ્વરાંજલી ભાવાંજલી તેમના ગાયેલા અને લાઇવ ઓરકેસ્ટ્રામાં ોઅછા ગવાયેલા છતાં ખુબ જ જાણીતા ગીતોના સંગ્રહનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનેર ાજકોટની કલરપ્રિય અને સંગીત રસીક જનતાને પસંદ પડે એવા તમામ ગીતોનો સમાવેશ કરવામાં આવેલ છે. કોદર ગ્રૃપના મુખ્ય એવા જિતુ માંકડ તેમજ વીલ સ્કીલ કન્સ્યુલેન્ઝાના મુખ્ય અધિકારીશ્રી શ્રીપાલ શાહ અને તેજલ મહેતા અને ભૌતિક માંકડ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
ગાયક કલાકારો તરીકે જિતુ માંકડ (વોઇસ ઓફ કિશોરકુમાર) તેમજ તેમના સાથી કલાકારો અશ્વિની મહેતા, મહેક જિતુ માંકડ અને અભય અંજારીયા દ્વાા ગીતો રજૂ કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન તુષાર ગોસાઇ તથા હિતેશ મહેતા તેમજ ઉદ્્ઘોષક તરીકે સ્તુતિ બુચ સેવા આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પાલ શાહ, હિતેશ મહેતા, તેજલ મહેતા, ભૌતિક માંકડ, જહેમત ઉઠાવી રહ્યા છે. આમંત્રીતો માટે આયોજીત કાર્યક્રકમના પાસ માટે જીતુ માંકડ (મો. ૯૪ર૬૭ ૮પપ૩પ), સરગમ ઇવેન્ટ (૭૦૬૯૦ ૦૦૮૯૮), ભૌતિક માંકડ (મો. ૯૮૭૯પ ૧પ૯૭પ) નો સંપર્ક કરી શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:38 PM IST)










