તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
વિજયનગર-આરાધના સોસાયટી ૩-૪ ઇંચ વરસાદથી બેટમાં ફેરવાય છેઃ વશરામભાઇ સાગઠીયાએ લોકપ્રશ્નો ઉઠાવ્યા
વોર્ડ નં. ૧પના લોક દરબારમાં વિપક્ષી નેતાએ શાસકોને જમીની સ્થિતિ દેખાડી

રાજકોટ : પ્રથમ તો રાજકોટના પ્રથમ નાગરિક અને મેયરે વોર્ડમાં લોક દરબાર બદલ આભાર વ્યકત કરતા વિપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ વોર્ડના વિવિધિ પ્રશ્નો યોગ્ય નિકાલ કરવા માંગ કરી છે.
આ લોકદરબાર વશરામભાઇ સાગઠિયાએ અમુલ સર્કલનું તેમજ રિલાયન્સ પંપ વાળી શેરીનું જે પાણી વિજયનગરના વોંકળામાં જાય છે. આ વિકળાની બંને સાઇડ આરાધના સોસાયટી તેમજ વિજયનગર સોસાયટી આવેલી છે.
લગભગ ત્રણથી ચાર ઇંચ વરસાદ પડે તો આ બંને સોસાયટીઓ બેટમાં ફેરવાઇ જાય છે તો પાઇપલાઇન નાખી આ વરસાદી પાણીનો નિકાલ નદીમાં કરવા, ચુનારાવાડ ચોકથી આજી ડેમ સુધી અને હોન્ડાઇના શોરૂમથી નેશનલ હાઇવે સુધીના રોડ પર બાકી રહે તો ડામર કરવા આપવા, આજી નદીના રિવરફ્રન્ટની જાહેરાત લગભગ ૧ર વર્ષ પહેલા થઇ હતી અને તેનો પ્રથમ સ્ટેજનો હપ્તો ર૦૦ કરોડ કોર્પોરેશનમાં જમા પણ થયા હતા તેમાંથી માત્ર ડ્રેનેજની એક લાઇન જ નાખી છે અને તે પણ કાયમ ચોફ-અપ રહે છે તો હવે રિવરફ્રન્ટ કયારે બનશે અને આજી નદીમાં આવેલ રામનાથ મહાદેવ આજે શ્રાવણ મહિનો છે ત્યારે કયારે બનશે.
ગંજીવાડા, ખોડીયારપરા, આંબેડકરનગર નવા થોરાળા ગંદા પાણી પાઇપ લાઇન નાખવા, આજી નદીમાંથી ૮ થી ૯ બાવળો જ દૂર થયા છે બાકી આખી નદીમાં દબાણ છે તે કયારે સાફ થશે અને તેમાં રહેલ દબાણો કયારે દૂર થશે, વોંકળો સાફ કરવા.
આંબેડકરનગરમાં વરસાદી પાણીના નિકાલ મોટી લાઇન નાખવા, ૯ પૂર્વ ઝોનનો વિકાસ જ કરવાનો હોય તો પીટીસીની ફાજલ પડેલ જમીન સરકાર પાસેથી મેળવી સ્પોર્ટ કોમ્પ્લેકસ ક્રિકેટ ગ્રાઉન્ડ, અદ્યતન, લાયબ્રેરી અને ગાર્ડન બનાવવા, લાખાજી રાજ વિસ્તારમાં નવા નાળા બનાવવા, ખોડીયારપરા આવાસ યોજનામાં બ્લોક, ત્રિમિકસ ટેકનોલોજીથી સીસી રોડ બનાવી આપવા.ખોખરદડી નદીવાળો પુલ જે વેલનાથ બાજુ થતો રહસ્તો છે. મેટલીંગ કામ કરાવી ડામર કરવા, બાપા સીતારામ નગર પાસે આવેલ સુલભની બાજુમાં ન્યુ સન્સ પોઇન્ટ વર્ષોથી છે જેનો યોગ્ય નિકાલ કરવા.
દૂધસાગર રોડ પરાના સેન્ટ્રલ ડિવાઇડર નવી ડીઝાઇનના નાખવા, તથા વોર્ડ નં. ૧પ માં ગેરકાયદે બાંધકામો અંગે યોગ્ય કરવા સહિતના વિવિધ પ્રશ્નો તાકિદે ઉકેલવવા પદાધિકારીઓ, અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. અને તેઓએ વોર્ડના નાના-મોટા ૧પ કામો કરાવી આપવા માટેની અરજી લેખિતમાં આપેલ છે અને મૌખિકમાં પણ રજૂઆત કરેલ. શ્રી સાગઠીયા અંતમાં જણાવ્યું હતું આપ જલ્દીથી આ કામો કરાવી આપે હકિકતમાં આપનો લોક દરબાર ભર્યો ગણાશે અને તે સાર્થક પણ ગણાશે.
(4:12 PM IST)










