તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
ગંદકી કરનારાઓ દંડાયાઃ ૧૪ હજારનો ચાર્જ વસુલાયો
અમે નહીં સુધરીએ! શહેરમાં પ્રતિબંધીત પ્લાસટીક જપ્ત કરવાનો સીલસીલો યથાવતઃ વધુ ૧.૬૧ કિલો પકડાયુ

રાજકોટઃ તા. ૮: મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતીબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ ૪૮ લોકો પાસેથી ૧.૬૧ કી.ગ્રા. પ્રતીબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા. ૧૪૫૦૦/- નો વહીવટ ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૪ લોકો પાસેથી ૦.૦૮ ક્રિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂા. ૨૯૫૦/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૫ લોકો પાસેથી ૦ફ૮૮ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂા. ૫૧૦૦/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૯ લોકો પાસેથી ૦.૬૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂા. ૬૪૫૦/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સેુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. પર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સપેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ.
(4:07 PM IST)










