તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
કાલે શ્રી રામજી મંદિરે શ્રી આત્મન ભગવાનનો આવિર્ભાવ મહોત્સવ : પ્રાગટય આરતી, સમુહ ધૂન-ભજન
શનિવારે બીલીયાળા ખાતે સમુહધૂન, પાઠ, વિવિધ ધૂન મંડળો દ્વારા ભજન

રાજકોટ તા. ૮ : સત્યયુગાવતાર શ્રીઆત્મન ભગવાન પ્રેરિત બ્રહ્મમંત્ર ‘‘ૐ હ્રીઁ''રામ જય રામ જય જય રામ ની અખંડધૂન મહાયુધ્ધો જેવી વિનાશક આપત્તિઓના નિવારણ અર્થે, ગૌમાતા સહિત સર્વમૂક પ્રાણીઓની રક્ષા અર્થે તથા વિશ્વમાં સત્યયુગના સંસ્થાપન અર્થે સત્યયુગ શ્રી રામજીમંદિરે ૩૪ વર્ષથી તથા શ્રી બાલા હનુમાનજી મંદિરે ગોંડલમાં ૪૫ વર્ષ થી અવિરત અખંડધૂન ચાલી રહી છે. તેમજ બાજુના ગામડાઓમાં પણ વર્ષો થી નિયમિત ધૂન ચાલી રહી છે.
તા. ૯. ને શુક્રવારે શ્રી આત્મન ભગવાનના આવિર્ભાવ મહોત્સવ પ્રસંગે પ્રાગટય આરતી સવારે ૭ કલાકે, સમૂહદૂન ભજનો સવારે ૭ થી ૯ વિશેષ આરતી બપોરે ૧૨ કલાકે તથા સંધ્યા આરતી સાંજે ૭:૩૦ કલાકે, સમૂહધૂન ભજનો સાંજે ૭ થી ૯ રાખવામાં આવેલ છે. સત્યયુગ શ્રી રામજી મંદિર ન્યાલ ભકત અન્નક્ષેત્ર, ગોંડલ રોડ ખાતે સર્વ ભકતજનોએ લાભ લેવા આમંત્રણ અપાયું છે.
તા. ૧૦ ને શનિવારે વિશેષ કાર્યક્રમ શ્રી રામકૃષ્ણ એકસ્ટ્રુઝન, શ્યામ ઇન્ડસ્ટ્રીયલ હબ, અવધ ઇન્ડસ્ટ્રીયર્લની બાજુમાં, ગોંડલ હાઇ-વે, બીલીયાળા ખાતે શ્રી આત્મને ભગવાના આવિર્ભાવ મહોત્સવ પ્રસંગે સાંજે પ થી ૮ સમુહ ધૂન તથા પાઠ તથા ૮ થી ૧૧ વિવિધ ધૂન-મંડળો દ્વારા વિશેષ સમુહ ધુન રાખવામાં આવેલ છે.
આ પાવન પ્રસંગે શ્રી આત્મન ભગવાને સારાએ વિશ્વને મહાયુધ્ધો જેવી ભયંકર આપતિઓમાંથી ઉગરવા માટે આપેલ દિવ્ય સંદેશ ટૂ઼કમાં જાણીએ, આજે અતિ વિષમ વર્તમાન સમસ્યામાં યથાર્થ ઉકેલ મૂક નિર્દોષ પ્રાણીઓની અમાય હિંસામાંથી તાત્કાલીક રક્ષા કરવી. અને પરમાત્માના અવતાર દ્વારા મળેલ પાવનકારી વ્યાપક બ્રહ્મંત્રની ઠેક ઠેકાણે અખંડધૂન ચાલુ થવી જોઇએ, કારણ કે આ અખંડધૂન એક સર્વોચ્ચ સમષ્ટિ શુભકર્મ, હોવાથી જો તેને સમજપૂર્વકની શ્રધ્ધા સાથે કરવામાં આવે તો તે લોકોના સમષ્ટિ મામકર્મોને ધોઇ નાખી તેમના અનિષ્ટ પરિણામરૂમ વિનાશક આપતિઓને અવશ્ય નિવારી શકાશે.
વળી સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે, આપણી આ પુણ્ય ભૂમિનો પાયો, મેરૂદંડ જીવનની આધારશિલા અધ્યાત્મ હોવાથી વર્તમાન વિષમ પરિસ્થિતિનો ઉકેલ પણ અધ્યાત્મક અભિગમથી લાવી શકાશે. વળી મહાપુરૂષે પણ કહે છે કે, ઉચ્ચનૈતિક અને આધ્યાત્મીક મૂલ્યોવિહીન કેવળ રાજકીય - સામાજિક વિચારધારાઓ મનુષ્યના મનની નિમ્નવૃતિઓને જ પોષે છે, તેથી જ સમાજમાં સ્વાર્થ કામૂકતા, લોભ, ભ્રષ્ટાચાર, હિંસા અને મહાયુધ્ધો જન્મે છે. તેથી જ આજે સારૂએ વિશ્વ તેવી ભયંકર વિનાશક સ્થિતિમાં સપડાઇ ગયું છે.
વિશેષ માહિતી સંપર્ક : શ્રી રાહુલભાઇ જોષી, મો. ૮૮૪૯૭ ૧૬૮૧પ. તસ્વીરમાં રાહુલભાઇ જોષી, કિશોરભાઇ ચાવડા, ઓમભાઇ મારૂ, જગદીશબાપુ, હરેશભાઇ મહેતા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૯.૩પ)
(3:52 PM IST)










