<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્‍વાલ, છોટો સો મેરો મદન ગોપાલ..

જન્‍માષ્‍ટમી નિમિતે પ્રચાર સાહિત્‍યનું વિતરણ થશેઃ કાર્યાલયમાં ધમધમાટ : કાર્યાલય મંત્રી તરીકે દિલીપ દવેઃ સહકાર્યાલય મંત્રી રાજુ ઉમરાણિયા

રાજકોટ,તા. ૮: વિ.હિ.પ. પ્રેરીત શ્રી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ ર૦ર૪ નો તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચુકયો છે. જન્‍માષ્‍ટમી નિમિતે કાનાને વધાવવા અનેરા ઉત્‍સાહ સાથે લત્તા સુશોભન કરવામાં આવે છે. જે માટે જરૂરી તમામ ડેકોરેશન અને સાંજ શણગારનું મટીરીયલ ઉપલબ્‍ધ કરાવવા તથા જન્‍માષ્‍ટમી નિમિતે રાજકોટને કાનુડાના રંગે રંગી દેવા રાજમાર્ગો પર ઝંડી, ધ્‍વજા, બેનરો લગાવવાનું ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત દર જન્‍માષ્‍ટમીએ અવનવી થીમ અને સુત્ર સાથે પ્રિન્‍ટ થયેલ કેરી બેગ, કિચન, ડોકયુમેન્‍ટ, વોલેટ, સ્‍ટીકરો વિગેરે પણ રાજકોટની જનતાને ખૂબ પસંદ પડે છે. તેની વિતરણ વ્‍યવસ્‍થા પણ કરવામાં આવશે. જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના નાગર બોર્ડીંગ ખાતે આવેલ મઘ્‍યસ્‍થ કાર્યાલય ખાતે ગ્રુપ, સંસ્‍થા મંડળના આગેવાનો, કાર્યકરો, વિ.હિ.પ., બજરંગદળના અગ્રણીઓ તથા કાર્યકરોની બહોળી સંખ્‍યામાં હાજરી વચ્‍ચે જન્‍માષ્‍ટમીની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અનેકવિધ કામગીરીઓનો ધમધમાટ કાર્યાલય ખાતે નજરે ચડે છે.

નાગર બોર્ડીંગ ખાતે આવેલ સમિતિના મઘ્‍યસ્‍થ કાર્યાલયનું સંચાલન સુપેરે થાય તે માટે મઘ્‍યસ્‍થ કાર્યાલયના કાર્યાલય મંત્રી તરીકે દિલીપભાઈ દવે તથા સહકાર્યાલય મંત્રીઓ તરીકે રાજુભાઈ ઉમરાણીયા અને પંકજભાઈ તાવીયાની નિમણુંક કરવામાં આવી છે. આ નવા વરાયેલા હોદેદારોને મહોત્‍સવ સમિતિના માર્ગદર્શકો સર્વશ્રી નરેન્‍દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, મહોત્‍સવ સમિતિના અઘ્‍યક્ષ રાજદિપસિં જાડેજા (રાજાભાઈ વાવડી), શોભાયાત્રાના અઘ્‍યક્ષ વિજયભાઈ વાંક, મહોત્‍સવ સમિતિના ઈન્‍ચાર્જ નિતેશભાઈ કથીરીયા, સહ-ઈન્‍ચાર્જ કૃણાલભાઈ વ્‍યાસ, કોષાઘ્‍યક્ષ વિનુભાઈ ટીલાવત, સહ-કોષાઘ્‍યક્ષ રાહુલભાઈ જાની, મંત્રીઓ સુશીલભાઈ પાંભર, હષીતભાઈ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઈ ગમઢા, યોગેશભાઈ ચોટલીયા, નીધિ સમિતિના ઈન્‍ચાર્જો વનરાજભાઈ ગેરૈયા, મનોજભાઈ ડોડીયા, આલાપભાઈ બારાઈ, વિ.હિ.પ. કાર્યાલયના નાનજીભાઈ સાખ, હર્ષભાઈ વ્‍યાસ વિગેરેએ અભિનંદન પાઠવ્‍યા છે.  તેમ પ્રેસમીડીયા ઈન્‍ચાર્જ પારસ શેઠ જણાવે છે.

(2:59 PM IST)