<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

ઉપલેટા પંથકના ૩પર ઘરોના માલિકોને નુકશાની પેટે નાણા

ચૂકવવા માટે જીલ્લા પંચાયત પાસે પૈસા નથીઃ કલેકટર પાસે ડીમાન્‍ડ ર૪ લાખની ગ્રાંટ માંગતા DDO: કલેકટરે ધોરાજી પ્રાંત પાસેથી વિગતો મેળવીઃ હવે સરકારમાં દરખાસ્‍ત થશે

રાજકોટ તા. ૮: તાજેતરમાં ઉપલેટા પંથકમાં પડેલા બેફામ વરસાદ-પૂરને કારણે ર૭ જેટલા ગામડાઓના ૩પર ઘરોના માલીકોના ઘરોને-ઘર વખરીને ભારે નુકશાન થયું હતું, જીલ્લા પંચાયત તંત્રે સર્વે પૂરો કરી લીધો પરંતુ આ ૩પર ઘરોના માલીકોને નુકશાની પેટે ર૪ લાખ ચૂકવવાના આવતા પંચાયતનું તંત્ર મુંઝવણમાં આવી ગયું છે. બહાર આવેલી વિગતો મુજબ ઉપરોકત ૩પર ઘરોના માલીકોને નુકશાની પેટે નાણા ચૂકવવા માટે જીલ્લા પંચાયત પાસે ગ્રાંટ જ નથી...પરીણામે કલેકટરને DDO દ્વારા પત્ર લખી ર૪ લાખની ગ્રાંટ મંગાઇ છે.

આ મુદ્દો આજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઉભો થતા કલેકટરે પત્રકારોની હાજરીમાં ધોરાજી પ્રાંતને ફોન કરી બધી વિગતો મેળવી હતી, તેમાં પણ નાણા નહિ હોવાનું ખૂલ્‍યું હતું. આ પછી કલેકટરે પત્રકારોને જણાવેલ કે ઘરવખરીની સહાય જેમ બને તેમ ઝડપથી ચૂકવી દેવામાં આવશે, આ માટે ટુંક સમયમાં સરકારમાં દરખાસ્‍ત કરી ગ્રાંટ મેળવી પંચાયતને આપી દેવાશે

(4:36 PM IST)