<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

નવ અધિકારીઓ સામે તપાસઃ ૧૦ દિ'માં રિપોર્ટ : દેવાંગ દેસાઇ

મનપાના પૂર્વ એડીશ્નલ ઇજનેરના ઘરેથી ૩૭-ફાઇલો, ૫૭-રજીસ્‍ટર તથા ૨ મેજરમેન્‍ટ બુક કબ્‍જે ટેકનિકલ વિજિલન્‍સ સાંજ સુધીમાં રોજકામનો રિપોર્ટ કમિશનરને સોંપશેઃ આઉટવર્ડ રજિસ્‍ટરમાં એન્‍ટ્રી કરી બહાર લઇ જવાઇ હતી કે કેમ? તે મુદ્દે તપાસ થશેઃ જવાબદાર સામે પગલા

 મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ એડિ. સિટી એન્‍જિનિયર અલ્‍પનાબેન મીત્રાને ત્‍યાં મોડી સાંજે  મ્‍યુનિ. કમિશનરના આદેશથી બે મહિલા ઓફિસરોની ટીમ દ્વારા સરપ્રાઈઝ તપાસ કરવામાં આવતા  મનપાના ઈજનેરો પાસેથી ૫૦થી વધુ ફાઈલો,રજીસ્‍ટરો તથા મનપામાં ફરજ બજાવતા ૯ ઈજનેરો પણ પોતાના વાહન સાથે આવેલા હતા અને તેમની પાસેથી પણ ફાઈલો કબજે કર્યા હતા. (તસ્‍વીર- અશોક બગથરીયા)

રાજકોટ તા. ૬ : ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડથી પુરા રાજયમાં ચર્ચામાં આવેલા રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનના વધુ એક અધિકારીની તપાસના સાણસામાં આવ્‍યા છે. તા. ૩૧ જુલાઇના રોજ સ્‍વૈચ્‍છિક રાજીનામુ મંજુર થયા બાદ પૂર્વ સીટી ઇજનેર અલ્‍પના મિત્રા ઘરે ફાઇલો મંગાવીને હજુ નિકાલ કરતા હોવાની ફરિયાદ પરથી કમિશનર દેવાંગ દેસાઇએ ગત સાંજે કોટેચા ચોક નજીક આવેલા તેમના નિવાસે વિજીલન્‍સ તપાસ કરાવી હતી. આ દરોડામાં તેમના ઘરેથી ૫૦થી વધુ ફાઇલો, રજીસ્‍ટર સહિતના દસ્‍તાવેજો મળી આવતા તે જપ્ત કરી ઉંડી તપાસ શરૂ કરી છે.ᅠઆ અંગે ૧૦ દિવસમાં તપાસ રિપોર્ટ આવે ત્‍યારબાદ જવાબદાર સામે પગલા લેવાશે તેમ મ્‍યુનિ. કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્‍યું હતું.

આ અંગે મ્‍યુનિ. કમિશનર દેવાંગ દેસાઇએ પક્ષકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, નિવૃત સીટી ઇજનેરના ઘરે ફાઇલોની આપ-લે કરવામાં હાલ જે નવ અધિકારીઓના નામ કમિશ્નરના ધ્‍યાનમાં આવ્‍યા છે. તેમાં ચાર ડીઇઇ પ્રોજેકટ શાખાના કપિલ જોશી, વોટર વર્કસના દિવેશ ત્રિવેદી, વી.એચ.ઉમટ, એચ.એમ. ખખ્‍ખર, બે એઇઇ વોટર વર્કસ પ્રો્‌જકટના અશ્વિન કંજારીયા, અંકિત તલસાણીયા, ડ્રેનેજના એ.ઇ. રાજેશ રાઠોડ અને વોટર વર્કસ પ્રોજેકટના દેવરાજ મોરી, હિરેનસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ તમામના ખુલાસા પુછવામાં આવશે.

આ અંગે કમિશ્નર દેવાંગ દેસાઇએ  જણાવ્‍યું હતું કે, નિવૃત થયા બાદ કોઇ અધિકારી ઘરે ફાઇલોની ચકાસણી કરી શકતા નથી. આમ છતાં આવું બન્‍યાનું ધ્‍યાન પર આવતા તપાસના આદેશ આપવામાં આવ્‍યા છે. ફાઇલો પહોંચાડનાર અધિકારીઓના નામો મેળવીને તેમને ખુલાસા કરવા સૂચના આપવામાં આવશે.

મનપા વોટરવર્ક્‍સ તથા સિટી બસ વિભાગમાં સિટી એન્‍જિનિયર તરીકે તા.૩૧ના રોજ નિવૃત થયેલા અલ્‍પના મિત્રા નિવૃત થઈને ઘર બેઠા ફાઇલ નિકાલ કરી રહ્યાની બાતમી મ્‍યુનિ.કમિશનર ડી.પી.દેસાઈને મળતા તેમણે તાકીદે વિજીલન્‍સ અધિકારીઓની ટીમને આદેશ કરતા સાંજે મહિલા પોલીસના બંદોબસ્‍ત સાથે વિજીલન્‍સટીમે અલ્‍પના મિત્રાના બંગલામાં ત્રાટકીને બંગલામાંથી અને ત્‍યાં આવેલા મનપાના ઈજનેરો પાસેથી ૫૦થી વધુ ફાઈલો, રજીસ્‍ટરો કબજે કર્યા છે. મનપાના ઈતિહાસમાં કોઈ વર્ગ-૧દ્ગક્ર અધિકારી નિવૃત થયા બાદ તેના ઘરે વિજીલન્‍સે તપાસ માટે ગયાની પ્રથમ ઘટના છે.ᅠ

વધુમાં શ્રી દેસાઇએ જણાવ્‍યું હતું કે, આ અંગે ૧૦ દિવસમાં તપાસ રિપોર્ટ આવે ત્‍યારબાદ જવાબદાર સામે પગલા લેવાશે. જ્‍યારે ફાઇલ આઉટવર્ડ રજિસ્‍ટરમાં એન્‍ટ્રી કરી બહાર લઇ જવાઇ હતી કે કેમ ? તે મુદ્દે તપાસ થશે. ટેકનિકલ વિજિલન્‍સ આજે સાંજે રોજકામનો રિપોર્ટ કમિશનરને સોંપશે.  ત્‍યારબાદ ખાતાકીય તપાસ કાર્યવાહી શરૂ થશે. જરૂર જણાયે ત્‍યાં ઉપસ્‍થિત તમામ નવને શોકોઝ નોટિસ અપાશે તેમજ અલ્‍પનાબેનના ઘરે ઉપસ્‍થિત તમામ ઇજનેરોના નિવેદન નોંધાશે. ફાઈલો કંઈ રીતે ત્‍યાં પહોંચી, શા માટે લઇ જવાઇ, ત્‍યાં લઇ ગયા બાદ સહીઓ થઇ કે નહીં તે તમામ બાબતોની તપાસ થશે.

ગત સાંજે કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે આવેલા અલ્‍પના મિત્રાના નિવાસસ્‍થાને વિજીલન્‍સ અધિકારી ભરત કાથરોટીયાની સુચનાથી મનપાના બે મહિલા અધિકારી અને બે મહિલા કોન્‍સ્‍ટેબલને સાથે લઈને ત્રાટક્‍યા હતા અને પચાસેક ફાઈલો,રજીસ્‍ટરો કબજે કર્યા છે.

જે અંગે હવે કમિશનરના માર્ગદર્શનમાં ઉંડી તપાસ શરૂ કરાઇ છે. આ ફાઈલો ડ્રેનેજ અને વોટરવર્ક્‍સના મરમ્‍મતના લાખોની ચૂકવણીના બિલો સહિતની હતી. ઈજનેરોને ફાઈલો લઈને ગત સાંજે ઘરે બોલાવ્‍યા અને ઈજનેરો પણ નિયમોનો ભંગ કરીને સરકારી ફાઈલો જે કોઈના ઘરે ન લઈ જવાય તે લઈને નિવૃત અધિકારીના બંગલે પહોંચી ગયા હતા. આમ, પ્રથમ નજરે ગંભીર ક્ષતિ જણાય છે.

(4:02 PM IST)