News of Tuesday, 6th August 2024
ફાઇલો કઇ રીતે ઘરે પહોંચી તે કોઇ જાણ નથી : અલ્પનાબેન મિત્રા
ફાઇલોમાં મારી સહી નથી : માત્ર માહિતીની વત હતી : પૂર્વ સીટી ઇજનેર

રાજકોટ : મનપામાંથી નિવૃત થયેલા પૂર્વ સીટી ઇજનેર અલ્પના મિત્રાએ તેમની જાણ બહાર તેમના નિવાસે કોઇ ફાઇલ મૂકી ગયાનો જવાબ આપ્યો છે. નિવૃત અધિકારીએ કહ્યું હતું કે, તેઓ બહાર ગયા હતા. જયારે ઘરે પહોંચ્યા ત્યારે તેમની સાથે અમુક અધિકારીઓ તપાસ માટે સાથે અંદર આવ્યા. બાદમાં ઘરમાં ફાઇલ હોવાની તેમને જાણ થઇ હતી. આ ફાઇલ કઇ રીતે આવી તે વિશે કંઇ જાણતા નથી.
વધુમાં શ્રી અલ્પનાબેનએ જણાવ્યું હતું કે, મને સવારે ડે.ઇજનેરનો ફોન હતો કે તમારા સમયની ફાઇલમાં સહી કરવાની છે. તેઓએ જણાવ્યું હતું કે, હું નિવૃત્ત થઇ ગઇ છું. હાલના સીટીમાં ઇજનેર પાસે કરાવો. માત્ર માહિતી માટે તેમને વાત કરી હતી. ફાઇલની વાત જ ન હતી. અમે બહારથી આવ્યા બાદ ફાઇલો રૂમમાં પડી હતી. ત્યાં સ્ટાફ ઉપસ્થિત હતો અને મનપાની ટીમ આવીને ફાઇલના પોટલા લઇ ગયા હતા મે સહી પણ કરી નહીં.
(4:35 PM IST)










