<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

એઇમ્‍સ રોડ ઝગમગ્‍યોઃ લાઇટનું લોકાર્પણ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૩ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં એઇમ્‍સ રોડ પર અંદાજીત રૂ. ૩૮ લાખના ખર્ચે સેન્‍ટ્રલ લાઇટનું લોકાર્પણ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી અને ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઇ રાડીયા, વોર્ડ નં. ૩ના કોર્પોરેટર કુસુમબેન ટેકવાણી, અલ્‍પાબેન દવે, શિક્ષણ સમિતિ સભ્‍ય હિતેશભાઇ રાવલ, મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા, વોર્ડ નં. ૩ના મહામંત્રી અભયભાઇ નાંઢા, ડો. હેમંતભાઇ અમૃતિયા, દીપકભાઇ દવે, હિનાબા ગોહિલ, ભરતભાઇ વેકરીયા, અશોકભાઇ સોજીત્રા, અશોકભાઇ ઝાલાવડીયા, દિલીપભાઇ મોલીયા તથા લતાવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. (૭.૩૦)

(3:38 PM IST)