<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

વાંચે રાજકોટ... મનપાના પુસ્‍તકાલયોમાં એક માસમાં ૪૫ હજાર નાગરિકોએ લાભ લીધો

૬૩૨ સભ્‍યો જોડાયા : ૧૧૦૦ નવા પુસ્‍તકો અને રમકડા મુકાયા

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પુસ્‍તકાલયોનો જુલાઈ માસ દરમ્‍યાન ૪૫૦૬૧નાગરિકોએ લાભ લીધો હતો. નવા ૬૩૨ સભ્‍યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા. જુલાઈ માસ દરમ્‍યાન ૧૧૦૦ નવા પુસ્‍તકો અને રમકડા મુકાયા જેનો સભ્‍યોએ ભરપુર લાભ લીધો હતો. આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યું હતું કે,  મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી પ્રભાદેવી.જે. નારાયણ પુસ્‍તકાલય શિક્ષણ સમિતિ કેમ્‍પસ, કરણપરા ચોક,  દત્તોપંત ઠેંગડી પુસ્‍તકાલય, વોર્ડ નંબર-૨ની વોર્ડ ઓફિસની બાજુમાં શ્રોફ રોડ,ᅠશ્રી બાબુભાઈ વૈધ લાયબ્રેરી, બાપા સીતારામ ચોકની બાજુમાં, પેરેડાઇઝ હોલ સામે, ડો. બાબા સાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, જીલ્લા ગાર્ડન, બહેનો અને બાળકો માટેની મોબાઈલ લાઈબ્રેરી યુનિટ-૧ તથા ૨, મહિલા વાચનાલય, મહિલા એકટીવિટી સેન્‍ટર, નાના માવા, ચાણકય લાઈબ્રેરી, ગોવિદ બાગ શાકમાર્કેટ સામે, ઈસ્‍ટ ઝોનમાં એક માસ દરમ્‍યાન કુલ૪૫,૦૬૧ મુલાકાતીઓએ લાભ લીધેલ હતો. આ એક માસ દરમ્‍યાન ૬૩૨ નવા સભ્‍યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા. સભ્‍યોની માંગણી અને નવ પ્રકાશિત વિવિધ વિષયોનાં પુસ્‍તકો, બાળ સાહિત્‍ય, ગુજરાતી સાહિત્‍ય, નવલકથા, નવલિકાની સાથે સાથે વિદ્યાર્થીઓ માટેᅠ વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાલક્ષી પુસ્‍તકો મળી કુલ ૯૦૦ પુસ્‍તકો તથા બાળકો માટે વિવિધ પ્રકારના ૨૦૦ જેવા રમકડા, પઝલ્‍સ, ગેઈમ્‍સ વગેરે ઈશ્‍યુમાં મુકવામાં આવેલા છે.

જુલાઈ માંસ દરમ્‍યાન ૧,૧૮૩ પુસ્‍તકો અને  મેગેઝીનની વાંચકો માટે ખરીદી કરવામાં આવેલ. આ સુવિધાઓનો શહેરીજનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્‍ન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેનો શહેરના નાગરિકો લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.

(3:36 PM IST)