તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
શૈક્ષણિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીનું સન્માન

રાજકોટઃ ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષક ના બદલીના નિયમો જાહેર કરવા બદલ મુખ્ય શિક્ષક )શૈક્ષણિક મહાસંઘ - ગુજરાત દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર સાહેબનું ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે અભિવાદન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકો દ્વારા થઈ રહેલ વિદ્યાર્થી ઘડતરના કામની સરાહના કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષકો-ગુરુજનોને કંકરમાંથી શંકરનું નિર્માણ કરનારા ગણાવ્યા છે. તેમણે દેશના ‘ગ્રોથ એન્જિન'બનેલ ગુજરાતને તેજ ગતિથી આગળ ધપાવવા સહિયારા પ્રયાસો કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, શિક્ષક મિત્રો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
(2:46 PM IST)










