<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

MSME ઉદ્યોગકારો માટે ૧૦મીએ બીજો કેમ્‍પ પ૯ કેસો અંગે એડીશ્‍નલ કલેકટર ગાંધી સમક્ષ સુનાવણી

સામે ગુજરાત-ગુજરાત બહારના ઉદ્યોગપતિઓઃ આજ સુધીમાં ૮૦ કેસમાં સમાધાનઃ ૩ કરોડ પરત અપાવાયા... : તમામ કેસો પ૦ લાખથી નીચેનાઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૭ જીલ્લાના ઉદ્યોગકારોને બોલાવાયા...

રાજકોટ તા. ૬: રાજકોટ કલેકટર કચેરીના અધીકારી સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આગામી ૧૦મીએ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના હોલ ખાતે  MSME ઉદ્યોગકારો માટેની અને એડી. કલેકટર શ્રી ચેતન ગાંધીના વડપણ હેઠળ બનેલી માઇક્રો-સ્‍મોલ એન્‍ટરપ્રાઇઝ ફેસેલીટીશન કાઉન્‍સીલ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૭ જીલ્લાના પ૯ ઉદ્યોગકારોના કેસોની સ્‍પે. સુનાવણી હાથ ધરશે, આ સતત બીજો કેમ્‍પ ચેમ્‍બર ાઓફ કોમર્સના હોલમાં યોજાઇ રહ્યો છે, રાજકોટ ઉપરાંત મોરબી, કચ્‍છ-ભૂજ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા જીલ્લાના ઉદ્યોગકારોને તેમના બાકી નાણા પ્રશ્‍ને બોલાવાયા છે, સામે ગુજરાતના અને ગુજરાત બહારના ઉદ્યોગપતિઓ છે, જેઓ રૂબરૂ ન આવી શકે તેમને ઓનલાઇન સુનાવણી અંગે પણ સુવિધા અપાશે.

કાઉન્‍સીલની કમિટીમાં એડીશ્‍નલ કલેકટર ઉપરાંત, ચેમ્‍બરના પ્રમુખ અથવા પ્રતિનિધી, ગર્વમેન્‍ટ પ્‍લીડર, જીલ્લા ઉદ્યોગ અધકારી શ્રી મોરી, લીડ બેન્‍કના અધીકારી ખાસ હાજર રહશે, તમામ કેસો પ૦ લાખથી નીચેની રકમના છે. અત્રે એ ઉમેરવું જરૂરી કે આજ સુધીમાં આવા કુલ ૮૦ કેસોમાં સમાધાન થઇ ગયું છે, અને કાઉન્‍સીલે રાા થી ૩ કરોડ જેવી રકમ પણ પરત અપાવી છે.

(2:45 PM IST)