<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

ગુંદા ગામે માતાજીને શ્રીફળ વધેરી પરત આવતાં શ્રધ્‍ધા પાર્કના પતિ-પત્‍નિને સજોડે કાળ ભેટયો

ગ્રીનલેન્‍ડ ચોકડીએ ટ્રક કન્‍ટેનરે બાઇકને ઉલાળતાં ૫૧ વર્ષના કાપડના વેપારી લાલજીભાઇ રૈયાણી અને તેમના પત્‍નિ ૫૦ વર્ષના ભાવનાબેન રૈયાણીના ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યા મોતઃ ટ્રક ચાલકની ધરપકડ બે સંતાને માતા-પિતા બંનેને એક સાથે ગુમાવતાં શોકની કાલીમા

તસ્‍વીરમાં કાળમુખો ટ્રક અને નીચે ફસાયેલુ બાઇક, મૃત્‍યુ પામનાર પતિ-પત્‍નિના નિષ્‍પ્રાણ દેહ અને ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૬: કુવાડવા રોડ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતાં બાઇક ચાલક કોઠારીયા રોડ શ્રધ્‍ધા પાર્કમાં રહેતાં કાપડના વેપારી  પ્રોૈઢ લાલજીભાઇ ભગવાનજીભાઇ રૈયાણી (ઉ.વ.૫૧) અને તેમના પત્‍નિ ભાવનાબેન લાલજીભાઇ રૈયાણી (ઉ.વ.૫૦)ના ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યા મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હોઇ મુળ વતન ગુંદા ગામે માતાજીના સ્‍થાનકે શ્રીફળ વધેરી પરત આવતાં હતાં ત્‍યાર ેઆ બનાવ બન્‍યો હતો.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે કોઠારીયા રોડ હુડકો સામે નહેરૂનગર ૮૦ ફુટ રોડ શ્રધ્‍ધા પાર્ક-૩માં રહેતાં મુળ રાજકોટના ગુંદા ગામના વતની ઉમેશભાઇ લાલજીભાઇ રૈયાણી (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી ટ્રક નં. જીજે૧૮એઝેડ-૧૧૯૫ના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

ઉમેશભાઇના કહેવા મુજબ હું પરિવાર સાથે રહુ છું અને કપડાની દુકાનમાં નોકરી કરુ છું. મારી સાથે મારા પિતા લાલજીભાઇ, દાદા ભગવાનજીભાઇ, દાદી લાભુબેન, માતા ભાવનાબેન, નાની બહેન ઉર્વિશા રહે છે. સોમવારે હું કપડાની દુકાને નોકરી પર હતો. બપોરે એકાદ વાગ્‍યે હું ઘરે જમવા ગયો ત્‍યારે મારા માતા-પિતાએ કહેલું કે અમે  ગુંદા ગામે માતાજીના કામે શ્રીફળ વધેરવા માટે જઇએ છીએ. એ પછી હું ફરી નોકરીએ ગયો હતો અને માતા-પિતા બાઇક નં. જીજે૦૩કેએસ-૭૯૮૧ લઇને ગુંદા ગામે અમારા માતાજીના સ્‍થાનકે શ્રીફળ વધેરવા જવા નીકળ્‍યા હતાં.

બાદમાં સાંજે મને એક નંબર પરથી ફોન આવ્‍યો હતો કે જીજે૦૩કેએસ-૭૯૮૧ નંબરની હોન્‍ડા તમારી છે? તેને અકસ્‍માત નડયો છે, તમે ગ્રીનલેન્‍ડ ચોકડીએ આવો. આથી હું તુરત જ ત્‍યાં જતાં મારા સગા સંબ઼ધી સહિતના હાજર હતાં. જ્‍યાં ટ્રક કન્‍ટેનર જીજે૧૮એઝેડ-૧૧૯૫ નીચે મારા  પપ્‍પા જે હોન્‍ડા લઇને ગયા હતાં તે પડયું હતું. તેમજ મારા પપ્‍પા લાલજીભાઇ ભગવાનજીભાઇ રૈયાણી (ઉ.વ.૫૧) અને માતા ભાવનાબેન લાલજીભાઇ રૈયાણી (ઉ.વ.૫૦) કન્‍ટેનરની બાજુમાં સુતેલી હાલતમાં હતાં. આ બંનેને બાઇક સહિત ટ્રક કન્‍ટેનરના ચાલકે ઠોકરે ચડાવતાં બંનેના મૃત્‍યુ થયાનું ૧૦૮ના ડોક્‍ટરે જાહેર કર્યુ હતું.

આ ટ્રકના ચાલક પૃથ્‍વીરાજસિંહ સામતસિંહ ઝાલા (ઉ.વ.૪૫-રહે. દરબારવાસ, ગુંજાલા ગામ તા. દેત્રોજ અમદાવાદ) હાજર હોઇ પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી હતી. બી-ડિવીઝન પીઆઇ એસ. એમ. જાડેજાની રાહબરીમાં એએસઆઇ એ. વી. બકુતરાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામના લાલજીભાઇ રૈયાણી બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને ઘર પાસે જ કાપડનો વેપાર કરતાં હતાં. બનાવથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(3:43 PM IST)