News of Wednesday, 31st July 2024
શહેરના પોશ વિસ્તારમાં ગંદકી, પાણી, દબાણ સહિતના ૫૯ પ્રશ્નોના ઢગલાઃ વોર્ડ નં. ૮ના લોકદરબારમાં પડઘા

રાજકોટઃ વોર્ડ નં.૮માં યોજાયેલ ‘મેયર તમારા દ્વારે...' ‘લોક દરબાર'માં અમીન માર્ગ પર નિયમિત સફાઈ કામગીરી કરવા બાબત, અમીન માર્ગ પર ખુલ્લા પ્લોટમાં સફાઈ કરાવવા બાબત, વૈશાલીનગરમાં પીવાના પાણીમાં ગંદુ પાણી આવે છે, વૈશાલીનગરમાં આંગણવાડી બનાવવા બાબત, સ્વામિનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં ગંદકી થાય છે સફાઈ કરવા બાબત, આમ્રપાલી વોકિંગ અંડર પાસમાં સઘન સફાઈ કરવા બાબત, રૈયા રોડ ઉપર ન્યુ એરા સ્કૂલથી નાગરિક બેન્ક સુધીના રોડ પર રેંકડીઓના દબાણને કાયમી દૂર કરવા બાબત, યોગી દર્શન સોસાયટીની બાજુમાં અનધિકૃત ઓરડીઓ દૂર કરવા બાબત, રાજહંસ સોસાયટીની શેરીઓમાં સ્પીડ બ્રેકર કરવા બાબત, રાજહંસ સોસાયટીના થાંભલા પર રહેલા બિનઉપયોગી વાયરો દૂર કરવા બાબત, SBI બેંક પાસે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી સોલ્યુશન લાવવા બાબત, યોગી નિકેતન સોસાયટીમાં કોમન પ્લોટમાં પેવિંગ બ્લોક નાખવા બાબત, સ્વામિનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં સફાઈ, વરસાદી પાણીના નિકાલ બાબત, પંચવટી સોસાયટીમાં સ્પીડ બ્રેકર નાખવા અને પીવાના પાણીમાં ગંદુ પાણી મિશ્ન થવા બાબત, નાગરિક બેંક પાસે સીટી બસ સ્ટોપ કરવા બાબત, નવજયોત પાર્કમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબત, અમીન માર્ગ પર હાઉસિંગ બોર્ડમાં કરેલ ગેરકાયદેસર દુકાનો દૂર કરવા બાબત, ન્યુ કોલેજવાડીની પાછળ ખુલ્લા પ્લોટમાં રહેલ બાંધકામ હટાવવા બાબત, બિગ બજાર પાસે ચંદ્રપાર્કમાં ટ્રાફિકની રજુઆત, નાલંદા સોસાયટીમાં જૈન દેરાસર પાસેના ખુલ્લા પ્લોટમાં ન્યુસન્સ થાય છે, પાણીના ફોર્સ ધીમો આવવા બાબત, રાજકૃતિ સોસાયટીમાં પેવિંગ બ્લોક નાખવા બાબત, વૈશાલીનગરમાં ગાર્ડન બનાવવા બાબત, ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રોડ રસ્તા બનાવવા સહિતના ૫૯ પ્રશ્નો રજુ થયેલ. આ નિકાલની ઉપસ્થિત પદાધિકારીઓએ માહિતી આપી હતી. આવતીકાલ તા.૧/૦૮/૨૦૧૪, ગુરૂવારના સવારે ૯ થી ૧૧ દરમ્યાન વોર્ડ નં.૯માં ‘મેયરશ્રી તમારા દ્વારે' (‘લોક દરબાર') કાર્યક્રમ યોજાશે.
(4:40 PM IST)










