News of Wednesday, 31st July 2024
રાજકોટ લોકમેળોઃ ૬૦૪ ફોર્મ ઉપડયાઃ ૪૮૬ ફોર્મ ભરાયા... તંત્રને ફોર્મની ૧ લાખ ર૦ હજારની આવકઃ તડામાર તૈયારીઓ
કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : ફુડ વિભાગને કડક હાથે ચેકીંગ કરવા કલેકટરનો આદેશઃ રમકડામાં રર૭ ફોર્મ ભરાયા : LED સ્ક્રીન ઉપર લોકમેળાની તથા ઓવર ક્રાઉડ અંગે તમામ માહિતી મૂકવા પણ સુચના

રાજકોટ તા. ૩૧ :.. રાજકોટમાં કલેકટર તંત્ર દ્વારા રેસકોર્સ મેદાન ખાતે તા. ર૪ થી ર૮ યોજાનાર ભવ્યાતિભવ્ય લોકમેળા અંગે રાજકોટ સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.
લોકમેળામાં કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, આજ સુધીમાં ૬૦૪ ફોર્મ ઉપડયા તે ફોર્મની જ તંત્રને ૧ લાખ ર૦ હજારની આવક થઇ છે, તો ૪૦૬ ફોર્મ ભરાયા છે.
ગઇકાલે મીટીંગમાં માર્ગ-મકાન વિભાગે લોકમેળામાં પ૦ ટકા સ્ટોલ ઘટાડી નાખતો પ્લાન રજૂ કરતા કલેકટરશ્રીએ તે રીજેકટ કરી ૩૦ ટકાના ઘટાડા સાથેનો પ્લાન નવેસરથી મૂકવા સુચના આપી હતી.
આ જ સુધીમાં ફોર્મ ભરાયા તેમાં રમકડામાં રર૭, ખાણીપીણી-સી-૧૮, મધ્યમ ચકરડી-૪૩, નાની ચકરડી-પ૭, ખાણીપીણી મોટી-૩, કોર્નર સ્ટોલમાં ૩૮, યાંત્રિક-ઇ-માં ૧પ, ડીમાં-૭, જી-માં ૪૪, એચ. કેટગરીમાં -ર૬, અને આઇસ્ક્રીમ ચોકઠા માટે ૮ ફોર્મ ભરાયા છે.
આ વખતે તંત્ર દ્વારા મેળામાં જે મોટી એલઇડી સ્ક્રીન મૂકાનાર છે, તેમાં વારંવાર મેળાની માહિતી તથા ઓવર ક્રાઉડ થશે તો મેળામાં અંદર નહી આવવા અંગે પણ વિગતો મૂકનાર છે. લોકમેળામાં કલેકટર તંત્ર, વીજ તંત્ર, મ્યુ. કમિશનર, પોલીસ તંત્ર, સહિતના કન્ટ્રોલ રૂમ રહેશે. દરેક કન્ટ્રોલ રૂમના ફોન નંબરો હવે જાહેર થશે.
(3:52 PM IST)










