News of Wednesday, 31st July 2024
૧૪ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી યુપીનો અનુપ ભગાડી ગયો
સગીરાના પિતાએ બી ડીવીઝન પોલીસ માં જાણ કરતા યુપીના શખ્સસામે અપહરણનો ગુનો

રાજકોટઃ તા.૩૧: શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી યુપીનો શખ્સ ભગાડી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ઉતરપ્રદેશ હાલ સામાકાંઠા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરા માતા અને ભાઇ-બહેન સાથે પંદર દિવસ પહેલા રાજકોટ આવી હતી. સગીરાના પિતા પોતાના વતનમાં રોકાયા હતા ગત તા. ૨૬ ના રોજ સગીરા ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેની માતા સહિતના પરિવારજનોએ સગીરાની શોધખોળ હાથધરી હતી તપાસ દરમ્યાન આર.ટી.ઓ ઓફીસ પાસેના વિસ્તારમાં રહેતા સગીરાના મામા સાથે રહેતો અનુપડામકિશોર નિશાદ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચઆપી ભગાડી ગયો હોવાનું જાણવા મળતા પરિવારજનો એ બી ડીવીઝન પોલીસમાં જાણકરતા પોલીસે યુપીના અનુપ નિશાદ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(3:51 PM IST)










