તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
મનપામાં સફાઇ કામદારોના હલ્લાબોલ : રામધૂન
સ્વૈચ્છિક રાજીનામા મંજુર, કામદાર ભરતી સહિતના વિવિધ પ્રશ્નોની કમિશનર સમક્ષ રજૂઆત : કામદારોના ટોળેટાળા કચેરીમાં ઉમટયા : ત્રણ કલાક સુધી રજૂઆતનો દોર ચાલ્યો

સફાઇ કામદારો અડગ : સફાઇ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા મંજુર કરવા, ભરતી કરવાના નિયમોમાં સુધારા કરવા સહિતના વિવિધ પ્રશ્નો ઉકેલવા આજે રાજકોટ પાલિકા સંકલન સમિતિ દ્વારા મ્યુનિ. કમિશનર સમક્ષ એક કલાક સુધી રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં પરિણામ ન આવતા સફાઇ કામદારોએ મનપા કચેરીમાં રામધુન સાથે ધરણા પર બેસી ગયા હતા. સફાઇ કામદારો મ્યુનિ. કચેરીમાં ઉમટી પડતા મનપા વિજીલન્સ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ગોઠવાયો હતો. (તસ્વીર : અશોક બગથરિયા)(૨૧.૨૬)
રાજકોટ તા. ૩૧ : સફાઇ કામદારના સ્વૈચ્છિક રાજીનામા મંજુર કરવા, ભરતીના નિયમોમાં ફેરફાર કરવા સહિતના પ્રશ્ને આજે સવારે રાજકોટ વાલ્મિકી સંકલન સમિતિની આગેવાનીમાં ૫૦૦થી વધુ સફાઇ કામદારો મ્યુનિ. કોર્પોરેશન કચેરીએ ઉમટયા હતા અને આગેવાનો દ્વારા મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇ સમક્ષ એક કલાકથી વધુ સમય રજૂઆત કરી આ પ્રશ્નો તાકિદે ઉકેલવા માંગ કરી હતી.
સફાઇ કામદારોના વિવિધ પ્રશ્નો મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે, અમુક પ્રશ્નો નિતી વિષયક હાોેય અને તે જનરલ બોર્ડમાં ઠરાવમાં ફેરફાર કરી નિર્ણય કરવો પડે. સફાઇ કામદારો મ્યુનિ. કમિશનર આ રજૂઆતનું પરિણામ ના આવતા કચેરી સામે રામધૂન બોલાવી હતી અને ધરણા પર બેસી ગયા હતા. કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વિજીલન્સ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સફાઇ કામદારોની ભરતી માટે અગાઉ જે ફોર્મ ભરાઇ ગયા છે તેમને નિયમ મુજબ ડ્રો કરી તાત્કાલીક ભરતી કરવામાં આવે તેવી માંગણી ઉઠાવાઇ છે.ઉપરાંત સ્વૈચ્છિક નિવૃત્તિ અને રાજીનામા બાબતે પણ સવાલો ઉઠાવાયા હતા. બે બે ત્રણ ત્રણ વર્ષથી રાજીનામા આપેલ હોવા છતા મંજુર કરાયા નથી. ડીસીપી કમીટી બોલાવી રાજીનામા મંજુર કરવા અને વારસદારોને નોકરી આપવા માંગણી કરાઇ છે.સરભંગનગર પ્લોટ નં. ૬૨૬ ના રહેવાસીઓ માટે વૈકલ્પીક જગ્યા આપવા તેમજ સાટાખતની લોન લીધેલ હોય તેઓને ડોકયુમેન્ટ રજુ કરવા નોટીસો મળેલ છે. આવા ડોકયુમેન્ટ અન્ય બેંકોની લોન લીધેલ હોય ત્યાં ગીરવે મુકાયા હોવાથી શરત મુજબ પેનલ્ટી કે વ્યાજ વસુલ વચલો રસ્તો કાઢવા સુચન કરાયુ છે.મિત્ર મંડળ સખી મંડળમાં કામ કરતા સફાઇ કામદારો કોન્ટ્રાકટરો દ્વારા શોષણ કરવામાં આવી રહ્યુ હોય આ બાબતે પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
(3:06 PM IST)










