તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
જરૂરીયાતમંદ લોકોને વ્યાજખોરીમાં ફસાતાં અટકાવવા
પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન

રાજકોટ તા. ૩૧: પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે આજે ૩૧મીએ સાંજે ૪ થી ૬ લોનમેળાનું આયોજન કરાયું છે. જેમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતાં અને લોનની જરૂર હોય તેવા લોકો હાજર રહે તે માટે પોલીસે તજવીજ કરી હતી. અમુક લોકો પોતાના આર્થીક લાભ માટે જરૂરીયાતમંદ લોકોની મજબૂરીનો લાભ લઈ ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે રૂપીયા આપી તેમનું શોષણ કરતા હોઇ આવા વ્યાજખોર લોકોના ત્રાસના કારણે કાયદો અને વ્યવસ્થાને અસર કરે તેવા બનાવો વધી રહ્યા હોઇ આવા બનાવો ન બને અને લોકો વ્યાજખોરના ત્રાસનો ભોગ ન બને અને વ્યાજખોરના ચુંગલામાં ફસાય નહિ તે માટે લોકોમાં જાગળતી લાવવા સારૂ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા આ લોન મેળાનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમા અલગ-અલગ બેન્કના જવાબદાર અધીકારીઓ, કર્મચારીઓએ હાજર રહી લોકોને કાયદેસરની લોન સરળતાથી મળે તે માટે વ્યવસ્થા ગોઠવી હતી. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇના માર્ગદર્શનમાં પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાટ અને ટીમે આ આયોજન કર્યુ હતું.
(2:01 PM IST)










