<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

કેન્‍દ્રના બજેટમાં ખેડૂતોની બે યોજનાઓ હાસ્‍યાસ્‍પદ અને મશ્‍કરી સમાનઃ વશરામ સાગઠિયાનો આક્ષેપ

રાજકોટ,તા. ૨૪: કેન્‍દ્રનું ગઇ કાલે જાહેર થયેલ ૨૦૨૪નું બજેટ છે તે વાસ્‍તવિકતાથી જોજનો દૂર છે મોટા મોટા આંકડાની માયાજાળમાં ફસાયેલું હોય અથવા ફસાવ્‍યું હોય તેવો મનપાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ આક્ષેપ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવેલ કે આ દેશમાં આજે પણ ૬૦% લોકો ખેતી સાથે જોડાયેલા છે અને અને ખેડૂતો માટેની જે બે યોજનાઓ મૂકી છે એ હસ્‍યાપદ અને ખેડૂતોને મશ્‍કરી સમાન છે ખેડૂતોની વાતમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે પ્રેરિત કરવામાં આવશે અને ૧૦,૦૦૦ જેટલા જરૂરિયાત મુજબના બાયો ઇનપુટ કેન્‍દ્રો ખોલવામાં આવશે પરંતુ કોણ ખોલ છે કોણ કુદરતી ખેતીના પહેરવાની કામગીરી સોંપવામાં આવશે.

(3:53 PM IST)