તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
કેન્દ્રીય બજેટ લોકોની આશા અને અપેક્ષાઓ પૂર્ણ કરી દેશની ગૌરવ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિન્હ અંકિત કરશેઃ ઉદય કાનગડ
વિકસિત ભારતના સપનાનો પાયો વધુ મજબૂત કરનારૂ અંદાજપત્ર

રાજકોટ, તા. રર : રાજકોટ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મેયર શ્રી ઉદય કાનગડે કેન્દ્ર સરકારના બજેટ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે
અમળતકાળને કર્તવ્યકાળ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતું બજેટ આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, નાણામંત્રીશ્રી નિર્મલા સીતારામન અને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા છે.
દેશવાસીઓની આશા અને અપેક્ષા પૂર્ણ કરતા આ બજેટમાં નવ આધારસ્તંભો જેમ કે ખેતીમાં ઉત્પાદક્તા, રોજગાર અને ક્ષમતા વિકાસ, સર્વગ્રાહી માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઈન્ટ્રસ્ટ્રક્ચર, નવીનતા, સંશોધન અને વિકાસ, નેક્સ્ટ જનરેશનના સુધારા માટે અનેકાનેક ઉત્સાહજનક જાહેરાતઃ નવ આધારસ્તંભોના આધારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતળત્વમાં ઁવિકસિત ભારતઁની નેમ સાકાર કરશે.
ધારાસભ્ય શ્રી ઉદય કાનગડે એન.ડી.એ. સરકારના પ્રથમ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વવાળી સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ રજુ કરનાર કેન્દ્રીય નાણાંમંત્રીશ્રી નિર્મલા સીતારામન ધ્વારા રજુ કરવામાં આવેલ ૨૦૨૪-૨૫ના બજેટને આવકારતા જણાવેલ કે છેલ્લા ત્રણ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં દેશ સતત ૮ ટકા ગ્રોથ સાથે આગળ વધી રહયો છે. ભારતમાં સકારાત્મક દૃષ્ટિકોણ, રોકાણ તેની ટોચ ઉપર છે.આ અમળતકાળનું મહત્વનું બજેટ છે. આ બજેટ દેશવાસીઓની ગૌરવ યાત્રા એક મહત્વપૂર્ણ સીમાચિન્હ અંકિત કરશે. આ બજેટ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના દેશના સપનાનો પાયો વધુ મજબૂત કરનારૂ નીવડશે.
નરેન્દ્રભાઈના નેતળત્વવાળી કેન્દ્રની એન.ડી.એ. સરકાર સૌના વિકાસ માટે પ્રતિબધ્ધ છે. છેલ્લા દશ વર્ષોમાં ભારતીય અર્થતંત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. દેશવાસીઓ આશા અને આશાવાદ સાથે ભવિષ્યને નિહાળી રહયા છે. દેશવાસીઓની આશા અને અપેક્ષા પૂર્ણ કરતા આ બજેટમાં નવ આધારસ્તંભો જેમ કે ખેતીમાં ઉત્પાદકતા, રોજગાર અને ક્ષમતા વિકાસ, સર્વગ્રાહી માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઈન્ડ્રસ્ટ્રકચર, નવીનતા, સંશોધન અને વિકાસ, નેકસ્ટ જનરેશનના સુધારા માટે અનેકાનેક ઉત્સાહજનક જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોજગાર માટે પાંચ નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે.ખાસ કરીને ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોના સર્વગ્રાહી વિકાસ માટે આ બજેટમાં અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. દેશનું યુવાધન ઉજ્જવળ કારકીર્દી થકી દેશના વિકાસમાં મહતમ યોગદાન આપે તેમજ મહિલાઓની જનભાગીદારી વધે તે માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. તેમજ દેશના મધ્યમ વર્ગ માટે નવી ટેકસ સીસ્ટમમાં ચાર કરોડ લોકોને રૂા. ૧૭,૫૦૦/- રૂપિયા સુધીનો લાભ મળશે. ટીડીએસ ભરવામાં વિલંબ થાય તો તે ગુનો ગણાશે નહી. તેમજ ઈ-કોમર્સ પર ટીડીએસનો દર ૧ ટકાથી ઘટાડી૦.૧ ટકા કરવામાં આવેલ છે.
તેમજ સુર્યધર યોજના અંતર્ગત મફત વીજળી માટે એક કરોડ ઘરોમાં સોલાર પેનલ નાંખવામાં આવશે. પી.એમ. આવાસ યોજના અંતર્ગત શહેરો અને ગામડાઓમાં ૩ કરોડ નવા ઘર બનાવાશે અને દેશના મધ્યમ વર્ગ અને ગરીબોનું પર નું ઘર સપનું સાકાર થશે. યુવાઓને મોટી કંપનીઓમાં ઈન્ટનશીપ બદલ રૂા. ૫ હજારનું સ્ટાઈપેન્ડ તેમજ દેશના ૧૪ મોટા શહેરોનો ક્રિએટીવ રીતે વિકાસ કરાશે. ૧૨ નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવાશે. ગ્રામીણ વિકાસ માટે બે લાખ કરોડની ફાળવણી કરવામાં આવશે, ખેડૂતોને તેમની ઉપર પર યોગ્ય એમ.એસ.પી. તેમજ દેશના યુવાધનની દરકાર કરતી યોજનાઓ જેવી કે પહેલી નોકરી પર પંદર હજારની સહાય અપાશે અને આ સહાય સીધી ઈ.પી.એફ.ઓ. એકાઉન્ટમાં ત્રણ હપ્તામાં અપાશે. તેમજ એજયુકેશન લોન અંતર્ગત જે સરકારી યોજનાઓ હેઠળ કોઈ ફાયદો મળતો નથી તેમણે દેશભરની સંસ્થાનોમાં એડમીશન માટે લોન મળશે. લોનના ૩ ટકા સુધી સરકાર રૂપિયા આપશે. એના માટે ઈ-વાઉચર લાવવામાં આવશે, જે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે.
તેમજ રોજગાર આપવા પર સરકાર ત્રણ ઈન્સેટિવ સ્કીમ લાવશે, ૨૦ લાખ યુવાનોને રોજગારી માટે ટ્રેનિંગ આપવામાં આવશે. રોજગાર માટે બે લાખ કરોડનું પેકેજ જાહેર કરાયેલ છે,
શીક્ષા અને સ્કીલ ડેવલપમેન્ટ માટે ૧.૪૮ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, ઈન્ડસ્ટ્રીઓની સાથે મળી મહિલાઓ માટે ર્વકિંગ હોસ્ટેલો બનાવવામાં આવશે. અર્બન હાઉસીંગ પ્લાન માટે દસ લાખ કરોડની જાહેરાત કરવામાં આવી છે. એનર્જી ટ્રાન્સમિશન માટે નવી નીતિ લાવવામાં આવશે. નારી સશક્તિકરણને વેગ આપવા માટે મહિલાઓ અને દિકરીઓને લાભ આપતી યોજનાઓ માટે ૩ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આમ કેન્દ્રીય બજેટમાં જાહેર કરવામાં આવેલ જોગવાઈઓથી યુવાધન, મહિલાઓ વધુ સક્ષમ બનશે. ગામડાં, ગરીબ અને ખેડૂતને સમર્પિત આ બજેટ દેશને નવી ઉચાઈ બક્ષશે. તેમજ કેન્સરની દવા, મોબાઈલ, ઈલેકટ્રોનીક સામાન, ચામડાની વસ્તુઓ જેવી મધ્યમ વર્ગને અસર કરતી વપરાશની અનેક ચીજ-વસ્તુઓ સસ્તી કરવામાં આવેલ છે.
આમ અમળતકાળને કર્તવ્યકાળ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતા દેશવાસીઓની આશા, અપેક્ષા અને સપનાઓ સાકાર કરતાં સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બજેટને આવકારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, નાણામંત્રી નિર્મલા સીતારામન અને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડએ અંતમાં જણાવેલ હતું.
(2:45 PM IST)










