News of Wednesday, 24th July 2024
ગ્રોથ એન્જીન સમું બજેટ દેશના ભવિષ્યને મજબુત કરનારૂ : રાજુભાઈ ધ્રુવ
નરેન્દ્રભાઇ મોદીના વિકસિત, શક્તિશાળી, સમૃદ્ધ ભારતના દ્રઢ સંકલ્પનું બજેટ

રાજકોટઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને સંસદમાં રજૂ કરેલાં બજેટને પ્રજાલક્ષી દૂરંદેશીભર્યા બજેટ તરીકે ગણાવીને સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ બજેટ પ્રજાના તમામ વર્ગો માટે કલ્યાણકારી અને દેશના ભવિષ્યને મજબુત કરનારું બજેટ છે અને વિકસિત ભારતના સંકલ્પ અને દીર્ઘદ્રષ્ટિભર્યા આયોજનો સાથેનું બજેટ છે. આ બજેટમાં જ સબકા સાથ સબકા વિકાસ અને મોદી સરકારે તે જ રીતે તમામ વર્ગના લોકોનો વિકાસ થાય તેવા કાર્યો કરવાની છે તેની ઝલક જોવા મળી છે. આ બજેટમાં વિકાસના ફળો આવનારા સમયમાં દરેક ક્ષેત્રમાં પ્રજાના દરેક વર્ગોને મળી રહેવાના છે, તેમ જણાવી રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કોરોનાકાળ પછીના કપરા કાળમાં જ્યારે સમગ્ર વિશ્વ આર્થિક રીતે ડામાડોળ અને અસ્થિરતા ભરેલા વાતાવરણમાં સપડાયું છે ત્યારે આપણા દેશને પ્રજાલક્ષી, ગરીબલક્ષી , વિકાસલક્ષી આયોજનો દ્વારા દેશના અર્થતંત્ર માટે ખૂબ જરૂરી ખૂબ મહત્વના આ સ્પષ્ટ દિશાદર્શન સાથેના બહુ આયામી બજેટ માટે અભિનંદન આપ્યા છે.
તેમણે કહ્યું છે કે, આજે ભારત સમગ્ર વિશ્વમાં શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. દેશ ના ઉજ્જવળ ભવિષ્ય માટે અને પ્રજાના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે ઘણી નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે અને યુવાનો માટે રોજગારલક્ષી અનેક પગલાં પણ લેવામાં આવશે. ગામડાંઓમાં આવાસ, પાણી, રાંધણગેસથી લઈને દરેકના બેંક ખાતા ખોલવા સુધીના કામ ખૂબજ ઝડપથી થયા છે.
ે ૨૦૪૭ સુધીમાં નરેન્દ્રભાઈ લોકકલ્યાણ માટેના દીર્ઘદ્રષ્ટિભર્યા આયોજનો અને યોજનાઓ દ્વારા ભારતને પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની વિકાસની વણથંભી યાત્રા સતત અવિરત આગળ વધશે તે આ સર્વગ્રાહી બજેટ દ્વારા નિヘુિત બન્યું છે.
રાજુભાઈ ધ્રુવે એમ પણ કહ્યું છે કે, કેન્દ્રની મોદી સરકાર એકદમ પારદર્શિતા અને પ્રામાણિકતા સાથે કામ કરી રહી છે. નરેન્દ્રભાઈ જાણે છે કે ગરીબો, મહિલાઓ, યુવાઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતોના વિકાસ અને પ્રગતિમાં જ દેશની પ્રગતિ જોડાયેલી છે. આ તમામ લોકો સશક્ત થાય તેવી યોજનાઓ બનાવવામાં આવી આવી રહી છે અને તેનો અમલ પણ તાત્કાલિક કરવામાં આવશે. સરકાર મહિલાઓ માટે પણ ખુબ જ સુંદર કામગીરી કરી રહી છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, અત્યાર સુધીમાં ૧ કરોડ કરતા વધુ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે.
નાણાંમંત્રી શ્રી નિર્મલાજી સિતારામને નાણામંત્રી તરીકે ૭ મી વાર રજૂ કરેલા કેન્દ્રીય બજેટને ગરીબ, મહિલાઓ અને યુવાઓ સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે.
શ્રી ધ્રુવે જણાવ્યું છે કે, નાણામંત્રી દ્વારા દેશના કરોડો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધારો કરી ૩ કરોડ ઘર બનાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના સંકલ્પ સૌકોઈ ની આવાસની ની ઇચ્છા પૂર્ણ કરશે.
સમગ્ર દેશ માટે સર્વસ્પર્શી, સર્વગ્રાહી સર્વાંગીણ અને અત્યાર ના વૈશ્વિક અર્થતંત્રો માટે જોખમી સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વ માં સંપૂર્ણ પ્રજાલક્ષી સમાજ ના તમામ વર્ગોને લાભ આપતા દીર્ઘદ્રષ્ટિ ભર્યા ઉત્કળષ્ટ બજેટ આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ નાણામંત્રી શ્રીમતી નિર્મલાજી સીતારામનનો રાજુભાઈ ધ્રુવે આભાર માની અંતઃકરણ પૂર્વક અભિનંદન આપ્યા છે.

(4:42 PM IST)










