તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
સમીસાંજે રાજકોટમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો:અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું
બપોરે ભારે બફારા બાદ સાંજે જોરદાર વરસાદ વરસ્યો : વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટ : શહેરમાં આજે બપોરે ભારે બફારા બાદ સમીસાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે, શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યાનું જાણવા મળે છે ગઈકાલે ધોધમાર વરસાદ બાદ આજે ફરી સમીસાંજે વરસાદ વરસ્યો હતો જોકે ગઈકાલ કરતા વરસાદનું જોર ધીમું હતું
(6:47 PM IST)










