<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

યાજ્ઞીક રોડ પર કુરીયરની ઓફીસમાં આગ

રાજકોટ, તા., ૧૮:  યાજ્ઞીક રોડ પર રાજકુમાર કોલેજ સામે આઇડીબીઆઇ વાળી શેરીમાં આવેલી મારૂતી કુરીયરમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. કોઇએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્‍ટાફ સ્‍થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગ ઓફીસના ગ્રાઉન્‍ડ ફલોરમાં રાખેલા પાર્સેલોમાં આવેલી એક બેટરીમાં લાગી હતી. આગમાં થયેલુ નુકશાન અને આગ લાગવાનું કારણ જાણવા તપાસ થઇ રહી છે

(4:26 PM IST)