તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
લોકશાહીની વાતો કોંગ્રેસના મોઢે શોભે નહિ : મનીષ રાડીયા

રાજકોટ : આજે સવારે ૧૧ વાગ્યે યોજાયેલ મ્યુનિ.કોર્પોરેશનની સભામાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયાએ અગ્નિ કાંડ અંગે ચર્ચા કરવાની માંગણી વારંવાર કરી હતી તેઓએ કહ્યું હતું કે લોકશાહીમાં અવાજ ઉઠાવો દરેકનો અધિકાર છે તમે લોકશાહીનું ખૂન કરી રહ્યા છો. આ વાત સાંભળી વોર્ડ નં.૨ ના ભાજપના કોર્પોરેટર અને શાસકપક્ષના દંડક મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે લોકશાહીની વાતો કોંગ્રેસના મોઢે શોભતી નથી. આજે જનરલ બોર્ડમાં રાજકોટના વિકાસની ચર્ચા થઈ રહી છે આ કોઈ શેરી ગલીની ચર્ચા નથી.વિપક્ષે બોર્ડની ગરિમા જાળવી પ્રશ્નોત્તરી કાળમાં થતી ચર્ચા સાંભળવી જોઈએ
(4:23 PM IST)










