News of Thursday, 18th July 2024
કોંગી સભ્યએ ધ્યાન દોરતા ગેમ ઝોનના મૃતકોને શ્રધ્ધાંજલી

રાજકોટ, તા. ૧૮ : જિલ્લા પંચાયતના કોંગી સભ્ય મનસુખ સાકરિયાએ આજે સામાન્ય સભામાં ગેમ ઝોનના અગ્નિકાંડનો મુદ્દો ઉઠાવી સામાન્ય સભામાં મૃતકોને શ્રધ્ધાંજલી અર્પવામાં આવે તેવી અપેક્ષા રાખેલ. પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ આ દુઃખદ ઘટના અંગે અગાઉ જિલ્લા પંચાયતમાં શ્રધ્ધાંજલી કાર્યક્રમ થઇ ગયાનું જણાવેલ પણ સભ્યની લાગણી સ્વીકારી હતી. સભામાં હાજર સભ્યો, અધિકારીઓ સહિત સૌએ બે મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી હતી.
(3:31 PM IST)










