<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

સસ્‍તા અનાજના દુકાનદાર ગોપાલ અમૃતિયાને ત્‍યાં પુરવઠાના દરોડાઃ રર૭૦૦ ની કિંમતનો જથ્‍થો સીઝ

રાજકોટ પુરવઠાના કર્મચારીઓ વિરૂધ્‍ધ નિવેદન બાજી કરનાર : ઘઉં-ચોખા-ખાંડ-મીઠુ-ચણામાં વધઘટો નીકળી પડીઃ નોટીસ ફટકારાઇ

રાજકોટ તા. ૧૮ :.. તાજેતરમાં રાજકોટની એક ખાનગી ચેનલના સ્‍ટીંગ ઓપરેશનમાં સસ્‍તા અનાજના દુકાનદાર ગોપાલ અમૃતિયા ઝપટે ચડી ગયા હતા, તેમણે વિવાદિત નિવેદન કર્યા હતા, આ પછી રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે આ ગોપાલ અમૃતિયાને ત્‍યાં તપાસ હાથ ધરી રર૭૦૦ ની કિંમતનો જથ્‍થો સીઝ કર્યો છે.

પરવાનેગાર ગોપાલ મનસુખભાઇ અમૃતિયાની વાજબી ભાવની દુકાનની તપાસણી કરવા બાબતે પુરવઠા નિરીક્ષકો ગયેલ હતાં. દુકાન બંધ હોય, પરવાનેદારને ફોન કરીને બોલાવેલ અને દુકાનની તપાસણી કરેલ હતી. પરવાનેદારે એ. પી. એલ. ૩૪૬ બી.પી.એલ. ૭૬ તથા અંત્‍યોદય ૭ર કુલ ૪૯૪ રેશન કાર્ડ ધરાવે છે. દુકાનની તપાસણી કરતા ૩ હજાર કિલો ઘઉં, ૪પ૦ કિલો ચોખા, ર૦૦ કિલો ખાંડ-રરપ કિલો મીઠુ વિગેરે રર૭૭પ નો જથ્‍થો સીઝ કરી ગોપાલ અમૃતિયાને નોટીસ ફટકારાઇ છે, ચણાના જથ્‍થામાં ર૪૩ કિલોની, ઘઉંમાં ૧ર૩૯ કિલો, ખાંડમાં ર૪૪પ કિલો તથા ખાંડમાં ૪ર કિલોની વધઘટ બહાર આવી હતી, આ પછી પુરવઠા તંત્રે ઉપરોકત જથ્‍થો સીઝ કરાયો હતો.

(3:48 PM IST)