<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

બોર્ડની ગરીમાને લાંચ્‍છનરૂપ આક્ષેપબાજી

જયમીન ઠાકરનો વિપક્ષને ટોણો તમારે નાક છે : વશરામ સાગઠિયાનો વળતો જવાબ નાક તો ભાજપને નથી તમારા પાપે ૨૭ લોકોનો ભોગ લેવાયો

રાજકોટ : આજે યોજાયેલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્‍ચે અનેકવાર એવા શબ્‍દોનો પણ પ્રયોગ થયો હતો જે ખરેખર સભા ગૃહમાં થવો જોઈએ નહીં. પ્રથમ પ્રશ્નની ચર્ચા પૂરી થયા બાદ બીજા પ્રશ્નની ચર્ચા થશે તેવું વારંવાર કહેવા છતાં વશરામ સાગઠીયા વચ્‍ચે વચ્‍ચે બોલતા રહ્યા હતા જેના કારણે સ્‍ટે ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે તમારે નાક છે કે નહીં.આ શબ્‍દ સાંભળી સાગઠીયાનો પીતો છટક્‍યો હતો તેને વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે,નાક તો ભાજપને નથી તમારા પાપે ૨૭ લોકોનો ભોગ લેવાયો છે. બોર્ડમાં પ્રશ્નોત્તરી કાળની ચર્ચા કરવા માટે કોઈ જ સમય મર્યાદા હોતી નથી સવારથી લઈ સાંજ સુધી ચર્ચા કરી શકાય છે.

(3:10 PM IST)