News of Thursday, 18th July 2024
અગ્નિકાંડના હતભાગીઓને શ્રધ્ધાંજલિ પાઠવાઇઃ શોક ઠરાવ

રાજકોટઃ કોપોરેશનમાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી એક શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના વોર્ડ નં. ૧૦ માં નવા નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત ૨૫મી મેના રોજ સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં મોતને ભેટેલા હતભાગી ઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. સામાન્ય સભાએ ઊંડા શોક સાથે દુઃખની લાગણી વ્યકત કરી હતી. પરમ કૃપાળુ પરમાત્મા સદગતોના આત્માને મોક્ષ ગતિ પ્રદાન કરે અને તેઓના કુટુંબ પર આવી પડેલી દુઃખની ઘડી સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.સાથે જ બે મિનિટનું મોૈન પાળવામાં આવ્યું હતું.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:08 PM IST)










