તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
અશોક ડી.ડાંગર સંચાલિત સહકાર સેલ કાર્યાલયની મુલાકાતે રૂપાલા-મોકરિયા

રાજકોટઃ લોકસભાના નવા સાંસદ શ્રી પરસોતમભાઇ રૂપાલા તેમજ રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયાએ શહેર ભાજપ સહકાર સેલના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધેલ. બંનેએ આ પ્રસંગે સહકારી ક્ષેત્રમાં આવનારા સમયમાં થનારા નિર્ણાયક ફેરફાર વિષે ચર્ચા કરી જેમાં આવનાર સમયમાં સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર અંતર્ગત જીલ્લા સહકારી બેંકોમાં સભાસદોના નવા ખાતા ખોલાવવા તેમજ સભાસદોને એટીએમની સુવિધા પુરી પાડવા નવા એ.ટી.એમ. સેન્ટરની શરૂઆત કરવા સુચન કરેલ.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનાં દરેક જીલ્લામાં યોજનાનો પ્રારંભ કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સહકારથી સમૃધ્ધિના સ્વપ્નને સાકાર કરી દેશને મજબુત બનાવવા શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે હાજર રહેલા સહકારી આગેવાન શ્રી અનિરૂધ્ધભાઇ નથવાણીએ જણાવ્યુ હતુ કે અશોકભાઇ ડાંગરના નેતૃત્વમાં સહકાર સેલ તેમજ ક્રેડિટ કો ઓપ સોસાયટીના હોદેદારો દ્વારા સભાસદોના ઘરે ઘરે જઇને લોકસભાની ચૂંટણી વખતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા સમજણ આપી હતી. જેના અનુસંધાને રૂપાલાએ દ્વારા અશોકભાઇ ડાંગરે પીઠ થાબડી બીરદાવ્યા હતા. આ પ્રસંગે વોર્ડ નં.૧ના પ્રભારી અને શ્રી કાથડકાકા તેમજ શ્રી સદગુરૂ ક્રેડિટ કો.ઓપ. સોસાયટીનાં ચેરમેન અનિરૂધ્ધભાઇ નથવાણી તેમજ વોર્ડ નં. ૮માં મંત્રી સમીરભાઇ રાણીગા તેમજ સહકાર સેલનાં સહસંયોજક યશભાઇ સોજીત્રા તેમજ કારોબારી સભ્ય રઘુભાઇ સોહલા, રામાનુજભાઇ શાપરા, જેનિશભાઇ સીણોજીયા, દિગ્વિજયસિંહ રાણા તેમજ વિજયભાઇ રાઠોડ, ચિરાગભાઇ પાણખણીયા, શ્રી હર્ષિલભાઇ શાહ તેમજ ભાજપનાં સ્થાનિક આગેવાનો વગેરે હાજર રહ્યા હતા.
(2:46 PM IST)










