<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

રાજકોટના હરિ નમકીનમાં ૩૮ લાખ તો બાલાજી એસ્‍ટેટમાં ૧પ લાખની GST ચોરી ઝડપાઇ

બંને પાર્ટીને ભરી દેવા આદેશોઃ મોદી એસ્‍ટેટ અંગે તપાસ ચાલુ...

રાજકોટ તા. ૧૮: તાજેતરમાં રાજકોટ GST દ્વારા શહેરના વિખ્‍યાત શ્રી હરિ નમકીન એન્‍ડ સ્‍વીટ, બાલાજી એસ્‍ટેટ તથા મોદી એસ્‍ટેટમાં દરોડા પડાયા હતા, અને તપાસ દરમિયાન રોકડેથી થતો વ્‍યવહાર અને ટેક્ષ ચોરી બહાર આવી હતી.

GST ના અધિકારીઓની ટીમે ત્રણેય સ્‍થળેથી દસ્‍તાવેજો-હિસાબી સાહિત્‍ય કબજે કર્યું હતું, જેમાં હજુ મોદી એસ્‍ટેટ અંગે હિસાબી સાહિત્‍યનો તપાસનો ધમધમાટ ચાલુ છે.

અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું કે શ્રી હરી નમકીન તથા બાલાજી એસ્‍ટેટમાં અન-એકાઉન્‍ટ-હિસાબી સાહિત્‍ય જણાતા તપાસ પૂર્ણ કરાયા બાદ હરિ નમકીનને રૂા. ૩૮ લાખ અને બાલાજી એસ્‍ટેટને રૂા. ૧પ લાખ ટેક્ષ ચોરી અંગે તાકિદે ભરી દેવા આદેશો કરાયા છે.

(2:35 PM IST)