<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

રાજકોટ મનપાની કાયદા સમિતિ અધ્‍યક્ષ તરીકે કંકુબેન ઉધરેજાની નિયુકતી

જનરલ બોર્ડ પુર્વ મળેલ ભાજપની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા જાહેરાતઃ આ સમિતિના સભ્‍ય પદે દક્ષાબેન વાઘેલા

રાજકોટઃ મહાનગરપાલિકાની ૧૫ ખાસ સમિતિઓ પૈકી કાયદા  સમિતિના નવા અધ્‍યક્ષ તરીકે વોર્ડનં.૪ના કોર્પોરેટર કંકુબેન ઉધરેજાના નામની જાહેરાત જનરલ બોર્ડ પુર્વ મળેલ ભાજપની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા કરવામાં આવી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ વોર્ડ નં. ૬ના ભાજપના નગરસેવિકા દેવુબેન જાદવના પતિદેવ મનસુખ જાદવે  આવાસ યોજના કવાર્ટર ફાળવણીમાં આચરેલા મહા કૌભાંડ બાદ તેઓને પક્ષમાંથી સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા છે. દેવુબેન જાદવ પાસેથી કાયદો અને નિયમોની સમિતિનું ચેરમેન પદ પણ  આંચકી લેવામાં આવ્‍યું છે.

આ સમિતિનું  ચેરમેનપદ છેલ્લા ઘણા સમયથી ખાલી પડયુ હોય કોર્પોરેશનમાં આજે યોજાયેલ જનરલ બોર્ડની બેઠકમાં અરજન્‍ટ દરખાસ્‍ત મૂકી વોર્ડ નં.૪ના નગરસેવિકા કંકુબેન ઉધરેજાને કાયદા સમિતિના નવા અધ્‍યક્ષ  તરીકે નિયુકતી કરવામાં આવી છે. જયારે આ સમિતિનાં સભ્‍યમાં  વજીબેન ગોલતરની જગ્‍યાએ દક્ષાબેન વાઘેલાની નિમણુંક કરવામાં આવી છે.

(12:07 PM IST)