<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

નાગરીક બેંક બચાવો સંઘમાંથી શરદભાઇ વોરાનું રાજીનામુ

શારીરીક રીતે અશકત અને પરિવારની જવાબદારી હોય

રાજકોટ તા. ૧૮: નાગરીક બેંક બચાવો સંઘમાંથી શરદભાઇ બી. વોરાએ રાજીનામું આપી દીધું છે.

તેઓએ નાગરીક બેંક બચાવો સંઘના પ્રમુખ ચંદુભા પરમારને પત્ર પાઠવી જણાવ્‍યું હતું કે આપણે સૌએ ભેગા થઇને નાગરીક બેંક બચાવો સંઘની સ્‍થાપના કરી હતી. જેમાં મને આપ સૌએ ઉપપ્રમુખની જવાબદારી સોંપી હતી. મેં મારી જીંદગીમાં કદી પણ અન્‍યાય સહન કર્યો નથી કે કોઇને પણ અન્‍યાય કર્યો નથી. પરંતુ મારી હાલની પરિસ્‍થિતિ મુજબ હું ખૂબજ અશકત છું હાલમાં જ મને આઇ.સી.યુ.માં દાખલ કરવો પડયો હતો, આવી પરિસ્‍થિતિમાં મારા કુટુંબનો પણ આ જવાબદારી નિભાવવા માટે વિરોધ થઇ રહ્યો છે. જેથી મને મારી શારીરિક અશકત પરિસ્‍થિતિને લીધે હાલની જવાબદારીમાંથી તાત્‍કાલીક અસરથી મુકત કરવો જોઇએ, મારો આ પત્રને મારૂં રાજીનામું ગણીને મને નાગરીક બેંક બચાવો સંઘમાંથી તમામ જવાબદારીમાંથી મુકત સમજો અને ભવિષ્‍યમાં કે વર્તમાનમાં હું નાગરીક બેંક બચાવો સંઘના કોઇપણ હોદા ઉપર ફરજ બજાવતો નથી તેવું સબંધીત તમામે ખાસ નોંધ લેવા શરદભાઇ વોરાએ અંતમાં જણાવ્‍યું છે.

(11:57 AM IST)