તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજના શાકભાજીના ભાવ

રાજકોટ, તા. ૧૭ : વરસાદની સિઝનમાં મોટાભાગના શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે. જેના કારણે થઇ ને સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડતો હોય છે. અમુક સ્વાદિષ્ટ લાગતા શાકભાજી પણ તેના ભાવ સાંભળીને કડવા લાગે છે. આજના રાજકોટ માર્કેટયાર્ડના શાકભાજીના ૨૦ કિલોના શું ભાવ છે, તેના વિશેની જાણકારી તમને આપીશું.
દુધી ૨૦૦થી ૩૦૦, કારેલા ૫૦૦થી ૭૦૦, સરગવો ૧૦૦૦થી ૧૪૦૦, તુરીયા ૮૦૦થી ૧૦૦૦, પરવર ૬૦૦થી ૮૦૦, કાકડી ૪૦૦થી ૬૦૦, ગાજર ૩૧૦થી ૫૨૦, ગલકા ૧૫૦થી ૨૭૦, બીટ ૨૫૦થી ૪૦૦, મેથી ૭૦૦થી ૧૦૦૦, ડુંગળી લીલી ૭૫૦થી ૧૦૦૦, આદુ ૧૭૦૦થી ૨૧૦૦, મરચા લીલા ૬૦૦થી ૧૦૦૦.
લીંબુ ૬૦૦થી ૧૧૦૦, બટેટા ૩૦૦થી ૬૧૧, ડુંગળી સુકી ૨૧૦થી ૫૮૫, ટામેટા ૧૨૫૦થી ૧૫૦૦, સુરણ ૧૫૦૦થી ૧૮૦૦, કોથમીર ૬૦૦થી ૧૦૦૦, રીંગણ ૧૫૦થી ૩૦૦, કોબીજ ૫૦૦થી ૮૦૦, ફ્લાવર ૪૦૦થી ૮૦૦, ભીંડો ૬૦૦થી ૧૦૦૦, ગવાર ૮૦૦થી ૧૫૦૦.
(4:32 PM IST)










