<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

શુક્રવારથી ત્રણ દિવસ સિઝન્‍સ હોટલ ખાતે ગહેના પ્રીમીયમ જવેલરી એકઝીબીશન

નામાંકિત જવેલર્સો ભાગ લઇ રહયા છે, અદભુત કલેકશનઃ ફ્રી એન્‍ટ્રી

રાજકોટઃ અહિંની સીજન્‍સ હોટલમાં તા.૧૯-૨૦-૨૧ (શુક્ર, શનિ, રવિ) જુલાઈ એમ ત્રણ દિવસ ગહેના પ્રીમીયમ જવેલરી એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં પ્રખ્‍યાત જવેલર્સ ઝવેરી એન્‍ડ કંપની (અમદાવાદ); પીના જવેલર્સ (રાજકોટ), કિશાન જવેલર્સ (મોરબી), આશ્રય જવેલર્સ (રાજકોટ), અન્‍ટ્રીસ જવેલર્સ (અમદાવાદ), શ્રી રાધે ડાયમંડસ (વડોદરા)નું અદભુત કલેક્‍શન રજુ કરવામાં આવશે.

તમામ જવેલર્સ તરફથી ે બ્રાઇડલ જવેલરી કલેકશન (સાઈર્ડસ કલેકશન) જેમાં એન્‍ટીક ગોલ્‍ડ, પોલકી, મોનઝોનાઇટસ, ડાયમંડ કલેકશન, જડાઉ કલેક્‍શન નું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. જેમાં ગુજરાતનાં તમામ નામાંકિત જવેલર્સ ભાગ લઈ રહ્યા છે. ગહેના એકઝીબીશમાં ૧૫૦૦ થી વધુ ડિઝાઇનર કલેક્‍શન ડિસ્‍પલે કરવામાં આવેલ છે અને વ્‍યાજબી ભાવથી રાજકોટ વાસીઓ માટે ઓફર તમામ જવેલર્સ તરફથી મુકવામાં આવેલ છે. તેમ જણાવાયુ છે.

જવેરી એન્‍ડ કંપની પ્રથમ વાર રાજકોટમાં ગહેના એકઝીબીશનમાં પ્રદર્શન કરી રહયું છે જે ગુજરાતનું સૌથી પ્રખ્‍યાત નામ ધરાવે છે જેની અંદર ગોલ્‍ડ, એન્‍ટીક, પોલકી, ડાયમંડ જેવી બધી પ્રોડકટો સીઝન્‍સ હોટલ ખાતે પ્રદર્શીત કરવામાં આવશે.

કિશાન જવેલર્સ મોરબી થી પ્રથમ વાર રાજકોટમાં બ્રાઈડલનું અદભુત કલેકશન મુકવામાં આવેલ છે. અને ટુંક સમયમાં કિશાન જવેલર્સ પોતાનું નવુ શો-રૂમ રાજકોટ ખાતે શરૂ કરવા જઈ રહ્યા છે. પીના જવેલર્સ રાજકોટ થી પાછલા ૩ થી ૪ વર્ષથી નવુ કલેકશન રાજકોટ વાસીઓને રજુ કરશે.

શ્રી રાધે ડાયમંડ જવેલર્સ પ્રખ્‍યાત બ્રાન્‍ડ વડોદરા થી રાજકોટ માં ચાર વારનું કલેકશન ગહેના એકઝીબીશનમા પ્રદર્શીત કરી રહયા છે. અંતરીક્‍સ જવેલર્સ પ્રથમ વાર રાજકોટમાં પોતાનું ભવ્‍ય કલેકશન રજુ કરી રહયા છે. આશ્રય જવેલર્સ રાજકોટ માં પેલેસ રોડ પર શો-રૂમ ધરાવે છે અને પ્રથમ વાર ગહેના એકઝીબીશન માં પોતાનું ભવ્‍ય જવેલર્સ નો ખજાનો લઈને આવનાર છે.

ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એકઝીબીશનનું આયોજન મુંબઇની દ્રષ્ટિ ઇવેન્‍ટસ એન્‍ડ પ્રમોશ્‍નલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્‍યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા ૧૦ વર્ષમાં ૩૦૦ થી વધુ એકઝીબીશનનું સફળ આયોજન થયું હોવાનું જણાવાયું છે.

તા.૧૯-૨૦-૨૧ જુલાઇ (શુક્ર, શનિ, રવિ) સમયઃ૧૦:૩૦ થી ૮:૩૦, સ્‍થળઃ સીઝન હોટલ, કાલાવાડ રોડ, રાજકોટ, મો.૯૮૯૨૩ ૯૮૩૬૦.

તસ્‍વીરમાં ધર્મેશ ખેરગાવકર અને ચારૂ પબ્‍લીસીટીના મોૈલીક પારેખ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:11 PM IST)